વેરાવળ ડેપો ખાતે ‘નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૬’ની ઉજવણી થઈ
ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ એસ.ટી. ડેપો ખાતે ‘નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે ડેપો ડ્રાઈવરોને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી ટ્રાફિક પોલીસ અને ડેપો મેનેજર દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. ડ્રાઈવરોને
વેરાવળ ડેપો ખાતે ‘નેશનલ રોડ સેફ્ટી મંથ-


ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.) વેરાવળ એસ.ટી. ડેપો ખાતે ‘નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે ડેપો ડ્રાઈવરોને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી ટ્રાફિક પોલીસ અને ડેપો મેનેજર દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.

ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમો, રોડ ઉપર વાહન ચલાવવા બાબતે તેમજ સિગ્નલો, ઓવર ટેકિંગ , ચાલુ ડ્રાઇવિંગે મોબાઇલ ઉપર વાત ન કરવા અંગે, સીટ બેલ્ટ ફરજિયાત બાંધવા તેમજ વાહન ચલાવતી વખતે રાખવી જોઈતી કાળજી અંગે માર્ગદર્શન આપી અકસ્માત નિવારવા અંગે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ટ્રાફિકના નિયમોના પાલન અંગે પ્રતિજ્ઞા લઈ વાહન ચલાવવા પ્રતિબદ્ધ થયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande