

-ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું 95 વર્ષની વયે નિધન થયું હતું
-મંત્રીએ તેમની માતાને શ્રધાંજલિ આપવા તેમજ પર્યાવરણને સુધારવા 5500 જેટલા ચંદનના છોડ આપ્યા
-વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સંદેશ આપ્યો
ભરૂચ 02 જાન્યુઆરી (હિ.સ.) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ઈશ્વરસિંહ પટેલને સાંત્વના આપી અને શાંતાબાને શ્રધાંજલિ આપી હતી.
રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતા પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમણે સ્વ. શાંતાબહેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું.આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રાર્થનાસભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત કુલ 5 હજારથી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ