વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીથી માર્ગ સલામતી માસનો શુભારંભ
વલસાડ, 02 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 (Road Safety Month) નો શુભારંભ કલેકટર કચેરીથી કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતો ઘટાડવા અને જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા
Valsad


વલસાડ, 02 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 (Road Safety Month) નો શુભારંભ કલેકટર કચેરીથી કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતો ઘટાડવા અને જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, ટ્રાફિક નિયમો એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ આપણી અને આપણા પરિવારની સુરક્ષા માટે છે. વધુમાં તેઓએ ખાસ કરીને હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

RTO અધિકારી નિકુંજ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું કે, આગામી એક મહિના સુધી જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. આ રોડ સેફટી મંથના શુભારંભ પ્રસંગે કલેકટર કચેરીના વિવિધ વિભાગોના વડાઓ, મામલતદાર, ટ્રાફિક શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ મેટર

માર્ગ સુરક્ષા માટે સોળ સોનેરી સલાહ

૧) હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ.

૨) રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ કદી ન કરીએ.

૩) સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ.

૪) વાહન ચવાલતી વખતે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ.

૫) માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરીને પુરઝડપે અથવા જોખમી રીતે વાહન ન ચાલવીએ.

૬) ઉતાવળ કરીને જોખમી રીતે ઓવરટેક ન કરીએ.

૭) લેન ડ્રાઈવિંગની શિસ્ત જાળવીએ.

૮) જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટંટ ન કરીએ.

૯) રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરીએ.

૧૦) લાઈસન્સ ન ધરાવતા કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા ન આપીએ.

૧૧) વિમા વગર વાહન ન ચલાવવું જોઈએ.

૧૨) પરમીટ કરતાં વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે.

૧૩) દરેક વાહનનો વીમો ઉતરાવવો અનિવાર્ય છે.

૧૪) કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ.

૧૫) માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ ન કરવો.

૧૬) ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પોતાની તેમજ અન્યોની જીંદગી બચાવીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande