ધારીમાં શેત્રુજી નદી કાંઠે આધેડની લાશ મળી
-ધારીમાં શેત્રુજી નદી કાંઠે આધેડની લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી શહેરના શેત્રુજી નદી કાંઠે આજે એક અજાણ્યા આધેડ પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધારીના પ્રેમપરા વિસ્તારમાં આવેલા ખોડિય
ધારીમાં શેત્રુજી નદી કાંઠે આધેડની લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી  અમરેલી જિલ્લાના Dhari શહેરના શેત્રુજી નદી કાંઠે આજે એક અજાણ્યા આધેડ પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધારીના પ્રેમપરા વિસ્તારમાં આવેલા ખોડિયાર ડેમ નજીક Shetrunji Riverમાં લાશ દેખાતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.  માહિતી મળતાની સાથે ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી લાશ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ત્રણ દિવસ પહેલા ઘરેથી ગુમ થયો હતો, જેની શોધખોળ પરિવારજનોએ કરી હતી.  લાશ મળી આવતાં પરિવારજનો તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ પોલીસે મૃતકની ઓળખ, મોતનું કારણ તેમજ કોઈ ગુનાહિત બનાવ છે કે અકસ્માત તે બાબતે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ ગુમ થયાની નોંધ સાથે ઘટનાને જોડીને તપાસ આગળ વધારવામાં આવી છે.  પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેમ જણાવાયું છે. ઘટનાને લઈને ધારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.


-ધારીમાં શેત્રુજી નદી કાંઠે આધેડની લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી

અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી શહેરના શેત્રુજી નદી કાંઠે આજે એક અજાણ્યા આધેડ પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધારીના પ્રેમપરા વિસ્તારમાં આવેલા ખોડિયાર ડેમ નજીક શેત્રુજી માં લાશ દેખાતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાની સાથે ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી લાશ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ત્રણ દિવસ પહેલા ઘરેથી ગુમ થયો હતો, જેની શોધખોળ પરિવારજનોએ કરી હતી.

લાશ મળી આવતાં પરિવારજનો તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ પોલીસે મૃતકની ઓળખ, મોતનું કારણ તેમજ કોઈ ગુનાહિત બનાવ છે કે અકસ્માત તે બાબતે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ ગુમ થયાની નોંધ સાથે ઘટનાને જોડીને તપાસ આગળ વધારવામાં આવી છે.

પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેમ જણાવાયું છે. ઘટનાને લઈને ધારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande