પાટણમાં અંગદાન–કેન્સર જાગૃતિ માટે મેરેથોન 3.0 આયોજન કરવામાં આવ્યું
પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.) : પાટણમાં અંગદાન અને કેન્સર જાગૃતિના હેતુસર રવિવારે મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ રોટરી ક્લબ અને આસ્થા હોસ્પિટલના સહયોગથી યોજાયેલી આ મેરેથોન શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ હતી. મેરેથોનને મહાનુભાવો
પાટણમાં અંગદાન–કેન્સર જાગૃતિ માટે મેરેથોન 3.0 આયોજન કરવામાં આવ્યું

પાટણમાં અંગદાન–કેન્સર જાગૃતિ માટે મેરેથોન 3.0 આયોજન કરવામાં આવ્યું

પાટણમાં અંગદાન–કેન્સર જાગૃતિ માટે મેરેથોન 3.0 આયોજન કરવામાં આવ્યું

પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.) : પાટણમાં અંગદાન અને કેન્સર જાગૃતિના હેતુસર રવિવારે મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ રોટરી ક્લબ અને આસ્થા હોસ્પિટલના સહયોગથી યોજાયેલી આ મેરેથોન શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ હતી.

મેરેથોનને મહાનુભાવો દ્વારા ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગદાન અભિયાનના પ્રણેતા દિલીપ દેશમુખ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, જિલ્લા કલેક્ટર ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ મેરેથોનમાં પાટણ, ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 2000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. વિજેતા દોડવીરોને રોકડ પુરસ્કાર અને મેડલ આપવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર દોડવીરોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande