કંબોઈમાં ગણપતલાલ વિશ્વનાથ જોષીનું અનોખું ‘જીવન પર્વ’ ઉજવાયું
પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે ગણપતલાલ વિશ્વનાથ જોષીનું અનોખું ‘જીવન પર્વ’ રવિવારે ઉજવાયું. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ‘જીવન પર્વ’ એટલે વ્યક્તિ પોતાની હયાતીમાં જ મરણોત્તરવિધિ
કંબોઈમાં ગણપતલાલ વિશ્વનાથ જોષીનું અનોખું ‘જીવન પર્વ’ ઉજવાયું


પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે ગણપતલાલ વિશ્વનાથ જોષીનું અનોખું ‘જીવન પર્વ’ રવિવારે ઉજવાયું. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

‘જીવન પર્વ’ એટલે વ્યક્તિ પોતાની હયાતીમાં જ મરણોત્તરવિધિ સ્વહસ્તે કરવી. વૃદ્ધાવસ્થામાં ગણપતલાલ જોષીએ આ પર્વ ઉજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને તેમના પરિવારજનો દ્વારા પૂર્ણ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ઉત્તરક્રિયા સાથે ગ્રામજનો માટે સમૂહ ભોજનનું પણ આયોજન થયું.

લગ્ન ન કરેલા ગણપતલાલ જોષી ભાઈઓ સાથે રહેતા હતા. તેમના ભાઈઓ અને ભત્રીજાઓએ તેમની ઇચ્છાને માન આપી આ આયોજન કર્યું હોવાનું પરિવારના લાભશંકર જોષી અને રાજુભાઈ જોષી સહિતના સભ્યોએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande