જીપીકેવીબી–અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન
અમરેલી,04 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ GPKVB – અમરેલી દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા તથા કૃષ્ણગઢ ગામના આશરે 5
GPKVB–અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન


અમરેલી,04 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ GPKVB – અમરેલી દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા તથા કૃષ્ણગઢ ગામના આશરે 50થી 60 ખેડૂતોને ભેંસવડી સ્થિત મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.

મોડેલ ફાર્મ પર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, ગાય આધારિત ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવી તૈયારી તેમજ જમીનની ઉર્વરતા જાળવવાની રીતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે ઓછા ખર્ચે વધુ નફો કેવી રીતે મેળવી શકાય, પાકની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય અને રાસાયણિક ખાતર તથા દવાઓથી થતા નુકસાનથી કેવી રીતે બચી શકાય તે અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી.

ખેડૂતોએ મોડેલ ફાર્મ પર જોવા મળેલા પરિણામોથી પ્રભાવિત થઈ પ્રાકૃતિક ખેતી અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રેરણા પ્રવાસ દરમિયાન ખેડૂતોએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના અનુભવ અને શંકાઓનું નિરાકરણ મેળવ્યું.

આ પ્રકારના પ્રેરણાદાયી પ્રવાસો દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વિશ્વાસ વધે છે અને ટકાઉ, પર્યાવરણમૈત્રી ખેતી તરફ આગળ વધવાનો માર્ગ સુગમ બને છે. GPKVB–અમરેલીનો આ પ્રયાસ ખેડૂતો માટે માર્ગદર્શક અને લાભદાયી સાબિત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande