તાલાલાના 45 ગામોમાં 13508 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર
ગીર સોમનાથ, 4 જાન્યુઆરી (હિ.સ.) તાલાલા સહિત ગીર પંથકમાં રવિ સિઝન મા શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં કર્યું હોય તાલાલા તાલુકાના 45 ગામો માં કુલ 13,508 હેક્ટરમાં શિયાળુ વાવેતરના વિવિધ પાકો ખેડૂતોએ વાવ્યા છે. ખરીફ સીઝનમાં કોમોસમી વરસાદથી
શિયાળુ પાકનું વાવેતર


ગીર સોમનાથ, 4 જાન્યુઆરી (હિ.સ.) તાલાલા સહિત ગીર પંથકમાં રવિ સિઝન મા શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં કર્યું હોય તાલાલા તાલુકાના 45 ગામો માં કુલ 13,508 હેક્ટરમાં શિયાળુ વાવેતરના વિવિધ પાકો ખેડૂતોએ વાવ્યા છે. ખરીફ સીઝનમાં કોમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેથી રવિ સિઝનમાં થયેલા વાવેતરમાં સારું ઉત્પાદન મળે તેવી ગીરપંથકના ખેડૂતોને આશા છે. તાલાલા પંથકમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર 6,332 હેક્ટરમાં થયું છે ચણાનું વાવેતર 3177 હેક્ટરમાં થયું છે. ખરીફ પાક સાથે રવિ સિઝનમાં પાકતી તુવેર નું 3265 હેક્ટરમાં વાવેતર છે શેરડીનું વાવેતર 1005 હેક્ટરમાં થયેલું છે. ગીરમાં વધ્યું હોય 765 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જ્યારે લસણ 267 હેક્ટરમાં અને ડુંગળી 150 એક્ટર મા વાવેતર છે ધાણા નું વાવેતર ઘણું ઓછું થયું હોય માત્ર 83 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

વિવિધ પ્રકારના શાકભાજી 494 હેક્ટરમાં નોંધાયા છે, જ્યારે પશુધન માટે લીલોચારો પૂરો પાડવા ખેડૂતોએ 1015 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે બાજરાનું વાવેતર 317 હેક્ટરમાં થયું છે આમ ગીર પંથકના ખેડૂતોએ 95% થી વધુ ખેતીલાયક વિસ્તારોમાં વાવેતર કરી ચૂક્યા છે ખેતરોમાં લહેરાતા લીલાછમ પાક થી ગીર પંથકની ધરા એ લીલીછમ ચુંદડી ઓઢી લીધી હોય તેવા આહલાદક દ્રશ્યો ગીરમાં જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં લીલાછમ ખેતરો જોઈ આંખો ઠરે છે ચોમાસુ વાવેતરમાં તૈયાર પાક ઉપર થયેલા કમોસમી વરસાદથી ગીરપંથકના ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા ખેડૂતો વ્યથિત બની ગયા હતા પરંતુ મેઘ કૃપાથી પાણી સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય શિયાળુ વાવેતર સારુ થયું છે અને ખેડૂતોને મબલખ ઉત્પાદન થવાની આશા બંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande