
ગીર સોમનાથ 4 જાન્યુઆરી (હિ.સ.) કોડીનાર તથાં તાલાલા ખાંડ ઉધોગ આઈ પી.એલ. કંપનીએ રાખેલ હોય, જે બંને મિલો ની રિપેરિંગ ની કામગીરી પૂર્ણ કરવામા આવી છે. ત્યારબાદ સ્યુગર મીલ શરૂ કરવામાં આવેલ તાલાલા સ્યુગર મિલમાં બોઇલર માં પ્રોબ્લેમ ના કારણે બંધ છે, ત્યારે કોડીનાર મીલ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. મેનેજમેન્ટ દ્વારા પહેલા 25 ડિસેમ્બર થી શરૂ કરવામાં આવશે. પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. અને ખેતરમાં શેરડીનો પાક સુકાઈ રહ્યો છે.
બીજી તરફ રાબડા વાળા શેરડી નો 2200થી 2500 કહી રહ્યા છે. આવા અનેક પ્રશ્નોને લઈ આવેદન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ