રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અધ્યક્ષ સ્થાને તા.૪ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાશે
જૂનાગઢ, 4 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને તેના માધ્યમથી રોજગારીની તકો વિસ્તારવા તા.૪.૧.૨૦૨૬ના રોજ ડિસ્ટ્રિક્ટ
વાઇબ્રન્ટ સમિટ યોજાશે


જૂનાગઢ, 4 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને તેના માધ્યમથી રોજગારીની તકો વિસ્તારવા તા.૪.૧.૨૦૨૬ના રોજ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાશે.

આ વાઇબ્રન્ટ સમિટમાં જૂનાગઢ જિલ્લામાં રહેલી સંભાવનાને અનુરૂપ ટુરીઝમ, કૃષિ, મેડિકલ, શિક્ષણ, રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રને આવરી લઈ ઔદ્યોગિક વિકાસને નવી રફતાર મળે તે માટે એમઓયુ થશે.

પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે સવારે ૧૦ કલાકે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત આયોજિત એક્ઝિબિશનને ખુલ્લુ મુકવાની સાથે વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે.

જૂનાગઢ શહેરના ધ ફર્ન લિયો રિસોર્ટ ખાતે યોજાનાર ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગતના એક્ઝિબિશનમાં એગ્રી, એન્જિનિયરિંગ, ટુરીઝમ, ખેડૂતો દ્વારા સંચાલિત એફપીઓ વગેરે વિષયને આવરી લઈ ૨૦ જેટલા સ્ટોલ્સ પણ રાખવામાં આવશે. જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત સહિતની પ્રોડક્ટસ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

ઉપરાંત સેમિનારના માધ્યમથી આધુનિક ઉદ્યોગસાહસિકના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે AI, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, મગફળીના પાકનું મૂલ્ય વર્ધન વગેરે વિષયને આવરી લઈ નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે. આ સમિટ અંતર્ગત B2B, B2C, અને B2G બેઠકો પણ યોજાશે.

આ વાઇબ્રન્ટ સમિટમાં હોટલ એસોસિએશન, જીઆઇડીસી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશન સહિતના સંગઠનો અને વ્યવસાયકારો સહભાગી બનશે, આ ઉપરાંત ખાસ નવા વિચારો સાથે શરૂ થતા સ્ટાર્ટ અપને પ્રોત્સાહન મળે તે માટે રસ ધરાવતા યુવકો પણ ઉપસ્થિત રહેશે. આમ, સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પણ આ સમિટ પ્રેરણારૂપ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી, સાથે જ સુચારું રીતે ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ સમિટ યોજાઈ તે માટે પણ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande