સુરતમાં સવારના 6થી 8 વાગ્યા સુધી પતંગ ઉડાડવા પ્રતિબંધ, 5 જાન્યુઆરીથી જાહેરનામું અમલમાં
સુરત, 04 જાન્યુઆરી (હિ.સ.)-ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન માનવજીવન તેમજ અબોલ પશુ-પક્ષીઓના જીવને જોખમ ન ઊભું થાય તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ સવારના 6થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર
सूरत में सुबह 6 से 8 बजे तक पतंग उड़ाने पर रोक


સુરત, 04 જાન્યુઆરી (હિ.સ.)-ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન માનવજીવન તેમજ અબોલ પશુ-પક્ષીઓના જીવને જોખમ ન ઊભું થાય તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ સવારના 6થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

પોલીસ કમિશનરે જાહેર માર્ગો પર પતંગ ચગાવવી, જોખમી ધાબાઓ પરથી પતંગ ઉડાડવી તેમજ રસ્તા પર કપાયેલી પતંગ કે દોરી પકડવા દોડવા પર પણ રોક લગાવી છે. આ નિર્ણય લોકોની સુરક્ષા અને પક્ષીઓના રક્ષણ માટે લેવામાં આવ્યો છે.

ચાઈનીઝ દોરી અને તુક્કલ પર કડક પ્રતિબંધ

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાયલોન, સિન્થેટિક મટીરિયલ, કાચનો ભૂકો કે લોખંડના પાઉડરથી કોટેડ ચાઈનીઝ દોરી (માંઝા)ના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

તે ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતી ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી તથા ગ્લાસ-કોટેડ નાયલોન થ્રેડની આયાત કે વેચાણ પણ કરી શકાશે નહીં.

આકાશમાં ઉડાડવામાં આવતા ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદવા, વેચવા કે ઉડાડવા પર પણ કડક મનાઈ ફરમાવવામાં આવી છે.

લાઉડ સ્પીકર અને ઉશ્કેરણીજનક લખાણ પર રોક

લોકોને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. તેમજ પતંગ પર કોઈની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક શબ્દો કે લખાણો લખવા પર પણ મનાઈ રહેશે.

5 થી 16 જાન્યુઆરી સુધી અમલ

સુરત શહેર પોલીસ કમિશનરનું આ જાહેરનામું 5 જાન્યુઆરી 2026 (સોમવાર)થી 16 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે, ઉત્તરાયણ પર્વ સુરક્ષા અને જવાબદારી સાથે ઉજવે, જેથી કોઈ અણઘટિત ઘટના ન બને અને અબોલ પશુ-પક્ષીઓનું રક્ષણ થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande