ખાંભા મતક્ષેત્રમાં રૂ. ૨.૩૦ કરોડના માર્ગ વિકાસ કાર્યનું ખાતમુહુર્ત
અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) ધારાસભ્ય હીરા સોલંકી ના મતક્ષેત્ર ખાંભામાં જામકા થી શાણાડુંગર સુધીના મહત્વપૂર્ણ રસ્તાના વિકાસ કાર્યને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૂ. ૨.૩૦ કરોડના ખર્ચે મંજૂરી મળતા, આજે ભવ્ય રીતે ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો
ખાંભા મતક્ષેત્રમાં રૂ. ૨.૩૦ કરોડના માર્ગ વિકાસ કાર્યનું ખાતમુહુર્ત


અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) ધારાસભ્ય હીરા સોલંકી ના મતક્ષેત્ર ખાંભામાં જામકા થી શાણાડુંગર સુધીના મહત્વપૂર્ણ રસ્તાના વિકાસ કાર્યને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રૂ. ૨.૩૦ કરોડના ખર્ચે મંજૂરી મળતા, આજે ભવ્ય રીતે ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ માર્ગ લાંબા સમયથી સ્થાનિક લોકોની માગ હતી, જે હવે સાકાર થતી જોવા મળી રહી છે.

આ માર્ગ બનવાથી જામકા, શાણાડુંગર તેમજ આસપાસના ગામોના રહીશોને આવન-જાવનમાં મોટી સુવિધા મળશે. ખેતીલક્ષી પરિવહન, શાળા-કોલેજ જવા આવતા વિદ્યાર્થીઓ, તેમજ આરોગ્ય સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે. સાથે જ ગ્રામિણ વિકાસને નવી ગતિ મળશે અને આ વિસ્તારની આર્થિક તેમજ સામાજિક સુખાકારીમાં વધારો થશે.

ખાતમુહુર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તથા સદસ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક રહીશોએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, વિકાસલક્ષી માળખાગત સુવિધાઓ દ્વારા ગ્રામિણ વિસ્તારોને શહેર સમકક્ષ બનાવવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે. આ માર્ગ ખાંભા વિસ્તારના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande