સોમનાથ પ્રભાસ પાટણમાં પરજીયા પટણી સોની જ્ઞાતિનું વૃદ્ધાશ્રમ એટલે કે સ્વજન આશ્રય સ્થાન
ગીર સોમનાથ, 04 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ પ્રભાસ પાટણમાં રામરાખ ચોક નજદીક પરજીયા પટણી સોની જ્ઞાતિ સંચાલિત વૃદ્ધાશ્રમ જરૂરતમંદ વૃદ્ધો માટે દેવદૂત સમાન આશ્રય સ્થાન બને છે. આ વૃદ્ધાશ્રમ સ્વજન આશ્રય સ્થાનને નામે ઓળખાય છે. હાલ 14 વૃદ્ધો આ વૃદ્ધાશ્રમની સ
સ્વજન આશ્રય સ્થાન


ગીર સોમનાથ, 04 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ પ્રભાસ પાટણમાં રામરાખ ચોક નજદીક પરજીયા પટણી સોની જ્ઞાતિ સંચાલિત વૃદ્ધાશ્રમ જરૂરતમંદ વૃદ્ધો માટે દેવદૂત સમાન આશ્રય સ્થાન બને છે. આ વૃદ્ધાશ્રમ સ્વજન આશ્રય સ્થાનને નામે ઓળખાય છે. હાલ 14 વૃદ્ધો આ વૃદ્ધાશ્રમની સેવાઓ મેળવી રહ્યા છે જેમાં ૧૨ પુરુષ અને ૨ મહિલાઓ છે વૃદ્ધાશ્રમની દિનચર્ચા મુજબ સવારે ચા નાસ્તો અને બપોરે જમવાનું સાંજે ચા અને રાત્રે જમવાનું અહીંયા દાખલ થયેલા વૃદ્ધોમાં બોમ્બે. જામનગર. રાજકોટ. વેરાવળ અને ચલાલાનો સમાવેશ થાય છે. લોકો રજા મંજૂરીથી મુક્તરીતે હરીફરી શકે છે અને આજુબાજુના મંદિરોમાં દર્શન કરવા જાય છે તો સોમનાથ મંદિર રોડ ઉપર વોકિંગ કરવા જાય છે દાખલ થયેલા વૃદ્ધોનો પરિવાર પણ છે પણ જેઓ અહીં આવતા નથી વૃદ્ધાશ્રમમાં ટીવી ચાલુ રખાય છે મોબાઇલ પણ વાપરી શકાય અને દર રવિવારે મિષ્ટાન પણ આપવામાં આવે છે તેઓના સગાવહાલાના એડ્રેસ સંસ્થા પાસે હોય છે.

જો તેઓ બીમાર પડે તો દવાખાને પણ સંસ્થા પહોંચાડે છે આમ સંસ્થા આશરો રહેવા જમવાની વ્યવસ્થા અને જરૂરિયાત મંદને દવા આજના સમયમાં ઉપયોગી બને છે હાલમાં સમાજમાં કથળી રહેલ વ્યવસ્થાને કારણે કેટલાક પરિવારોના વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમ તરફ ધકેલી રહ્યા છે ત્યારે વેરાવળ પાટણ પરજીયા સોની જ્ઞાતિ સંચાલિત વૃદ્ધાશ્રમ જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ બને છે આ વૃદ્ધાશ્રમ સોમનાથ જેવા તીર્થમાં લગભગ પાંચ વર્ષથી કાર્યાન્વીત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande