અભિજીત દીપકે, આશુતોષ અને સૌરવની, આજે ન્યાયાધીશ સમક્ષ રજૂઆત થશે
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રમુખ અભિજીત દીપકે, રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસને અટકાયતમાં લીધા બાદ, હવે તેમને દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં કાર્યકારી મેજિસ્ટ્રેટ (ન્યાયાધીશ) સમક્ષ રજૂ કરવાની પ્રક્રિય
અભિજીત દીપકે, આશુતોષ અને સૌરવની, આજે ન્યાયાધીશ સમક્ષ રજૂઆત થશે


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રમુખ અભિજીત દીપકે, રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસને અટકાયતમાં લીધા બાદ, હવે તેમને દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં કાર્યકારી મેજિસ્ટ્રેટ (ન્યાયાધીશ) સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સીજેપીના અનુસાર, અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ કાર્યકારી મેજિસ્ટ્રેટના આવવાની રાહ જોઈ રહ્યા છે. તેમને અટકાયતમાં રાખ્યાને લગભગ ૨૪ કલાક થઈ ગયા છે. દિલ્હી પોલીસે તેમને તરત જ મુક્ત કરવા જોઈએ.

આ દરમિયાન, પાર્ટીના સમર્થકો અને સંગઠને પણ દિલ્હી પોલીસ પાસે તેમને બિનશરતી તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. સીજેપીના પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રવક્તાને શનિવારે દિલ્હી હવાઈઅડ્ડા પર વિમાનમાંથી ઉતરતાની સાથે જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી શનિવારે જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, સુરક્ષા કારણોનો હવાલો આપીને કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને એસઆઈઆરની પ્રક્રિયાને તાત્કાલિક રોકવાની માંગને લઈને વિપક્ષી પક્ષો સહિત અનેક વિદ્યાર્થી સંગઠનો અને તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande