રિયાદ એરપોર્ટ પરના હુમલાની ભારતે સખત નિંદા કરી
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) ભારતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં આવેલા કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય નાગરિક માળખાકીય સુવિધાઓ પર તાજેતરમાં થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, અમે છેલ્લ
વિદેશ મંત્રાલયનું નિવેદન


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) ભારતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં આવેલા કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય નાગરિક માળખાકીય સુવિધાઓ પર તાજેતરમાં થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં રિયાદના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વારંવાર થયેલા હુમલાઓની સખત નિંદા કરીએ છીએ, જેમાં 10 ઓક્ટોબરના રોજ થયેલો કાયરતાપૂર્ણ હુમલો પણ સામેલ છે. આ હુમલાઓમાં લોકોના જીવ ગયા, તેઓ ઘાયલ થયા અને સંપત્તિને નુકસાન થયું. અમે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. સામાન્ય નાગરિકો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર વારંવાર થતા હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેમને તાત્કાલિક રોકવા જોઈએ. અમે સાઉદી અરેબિયા સામ્રાજ્યની સાર્વભૌમત્વની રક્ષામાં ત્યાંની જનતા અને સરકાર સાથે એકતાથી ઊભા છીએ અને આશા રાખીએ છીએ કે, આ ક્ષેત્રમાં વહેલી તકે શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે.

ઉલ્લેખનીય છે કે, પહેલો હુમલો મંગળવારે આભા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. અહીં મોરોક્કો અને અલ્જીરિયાની બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. કેટલાક ઘાયલોની હાલત સામાન્યથી લઈને ગંભીર સુધીની હોવાનું જણાવાઈ રહ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

બીજો હુમલો બુધવારે રાજધાની રિયાદના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. આ પછી શનિવારે (ગઈકાલે) પણ અહીં હુમલો કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande