ઉપરાષ્ટ્રપતિ અને અન્યોએ, નવરાત્રિના પવિત્ર અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ રવિવારે નવરાત્રિના પવિત્ર અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિ ર
નવરાત્રી


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ રવિવારે નવરાત્રિના પવિત્ર અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને એક્સ પર લખ્યું, માં દુર્ગાના આશીર્વાદ આપણને સૌને શક્તિ, સાહસ અને ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરે. મા જગદંબાની કૃપાથી આપણે એક સશક્ત, સમૃદ્ધ અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો આપણો સંકલ્પ અવશ્ય પૂરો કરીશું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, માં જગદંબાની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સંચાર થાય, તથા રાષ્ટ્રીય એકતા અને પ્રગતિનો સંકલ્પ વધુ સુદૃઢ બને.

ઓમ બિરલાએ કહ્યું કે, પર્વતોના રાજા હિમાલયની પુત્રી, મા શૈલપુત્રી ધૈર્ય, અતુટ સંકલ્પ, પવિત્રતા અને અડગ વિશ્વાસના પ્રતીક છે. તેમની દિવ્ય પૂજા સંયમ, સાહસ, કર્તવ્ય-નિષ્ઠા અને આંતરિક શક્તિ સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. મા ભગવતીની અસીમ કૃપા દરેક હૃદયને કરુણાથી, દરેક પરિવારને સુખ-સમૃદ્ધિથી અને સમાજને પ્રેમ, એકતા અને સદ્ભાવથી ભરી દે. માં શૈલપુત્રીના આશીર્વાદથી દેશ શાંતિ, ન્યાય, સદાચાર અને માનવીય મૂલ્યોના પથ પર નિરંતર આગળ વધે અને આ પવિત્ર તહેવાર સૌના જીવનમાં નવી ઊર્જા, સકારાત્મકતા અને આશાનો સંચાર કરે, સાથે જ એક સશક્ત, સૌહાર્દપૂર્ણ અને વિકસિત ભારતનું નિર્માણ કરવાના દેશના સંકલ્પને વધુ મજબૂત બનાવે.

રાજનાથ સિંહે કહ્યું કે, માં નું આ દિવ્ય સ્વરૂપ પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા, જીવનમાં દૃઢતા અને દરેક પરિસ્થિતિમાં અડગ રહેવાનો સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. આદ્ય શક્તિ મા શૈલપુત્રી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. મનચાહ્યું વરદાન આપનારી, જેમના મસ્તક પર અર્ધચંદ્ર સુશોભિત છે. જે વૃષભ પર સવાર છે અને ત્રિશૂળ ધારણ કરે છે, એવી મહિમામયી મા શૈલપુત્રીને પ્રણામ.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, માં જગદંબાની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો સંચાર થાય તથા રાષ્ટ્રીય એકતા અને પ્રગતિનો સંકલ્પ વધુ સુદૃઢ બને.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આજે નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ 'મા શૈલપુત્રી'ની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રીને કોટિ-કોટિ નમન. દેવી મા સૌને સંયમ, શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે.

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું કે, આ તહેવાર સૌના જીવનમાં શાંતિ, આનંદ અને સમૃદ્ધિ પ્રદાન કરે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande