વડાપ્રધાન મોદી આજે ચેન્નઈના પ્રવાસે, વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે તમિલનાડુના ચેન્નઈની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 11:30 વાગ્યે ચેન્નઈ મેટ્રોમાં પોરુર બાયપાસ સ્ટેશનથી પૂનમલ્લી બાયપાસ સ્ટેશન સુધી મુસાફરી કરશે અને પછી પાછા ફરશે. વડાપ્રધાન બપોરે લગભગ 12:15
ભાજપે જાહેર કરેલો વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે તમિલનાડુના ચેન્નઈની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 11:30 વાગ્યે ચેન્નઈ મેટ્રોમાં પોરુર બાયપાસ સ્ટેશનથી પૂનમલ્લી બાયપાસ સ્ટેશન સુધી મુસાફરી કરશે અને પછી પાછા ફરશે. વડાપ્રધાન બપોરે લગભગ 12:15 વાગ્યે ચેન્નઈના જલકંડેશ્વર મંદિરમાં પૂજા કરશે. આ પછી, તેઓ આઈઆઈટી મદ્રાસ સ્થિત મગજ કેન્દ્રની મુલાકાત લેશે. આ માહિતી સત્તાવાર અખબારી યાદીમાં આપવામાં આવી હતી.

અખબારી યાદી અનુસાર, બપોરે લગભગ 1:30 વાગ્યે મોદી 13,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન બપોરે લગભગ 3 વાગ્યે ચેન્નઈ સ્થિત જયગોપાલ ગારોડિયા હિંદુ વિદ્યાલય મેટ્રિક્યુલેશન ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચેન્નઈ મેટ્રો રેલ પરિયોજનાના બીજા તબક્કાના પૂનમલ્લી-વડાપલાની ખંડનું ઉદ્ઘાટન કરશે. આ ખંડનું નિર્માણ લગભગ 4,900 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ કોરિડોરમાં 3.7 કિલોમીટર લાંબુ વિશિષ્ટ બે-સ્તરીય માળખું છે. તેમાં ડ્રાઈવર-રહિત ટ્રેનોના સંચાલનમાં મદદ કરવા માટે અદ્યતન સિગ્નલિંગ પ્રણાલી પણ સ્થાપિત કરવામાં આવી છે. આ પરિયોજનાથી મુસાફરોના દૈનિક મુસાફરીના સમયમાં ઘટાડો થવાની અને ચેન્નઈના ઝડપથી વિકસિત થઈ રહેલા પશ્ચિમી ઉપનગરો તથા શહેરના કેન્દ્ર વચ્ચે માર્ગ સંપર્ક સુધરવાની અપેક્ષા છે.

મોદી લગભગ 3,700 કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાઓથી રાજ્યમાં માર્ગ સંપર્ક મજબૂત થશે, મુસાફરીના સમયમાં ઘટાડો થશે, ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. વડાપ્રધાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ-744ના 36 કિલોમીટર લાંબા, ચાર લેનવાળા વડુગાપટ્ટી-થેરકુવેંગનલ્લુર ખંડનું ઉદ્ઘાટન કરશે.

તેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-744Aના 30 કિલોમીટર લાંબા, ચાર લેનવાળા મદુરાઈ રિંગ રોડ ખંડનું પણ ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાથી મદુરાઈની આસપાસ ટ્રાફિકનો પ્રવાહ સુધરશે અને શહેરની અંદર ટ્રાફિક જામની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે. વડાપ્રધાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ-83ના નાગપટ્ટિનમ-તાંજાવુર ખંડ પર ચાર લેનવાળા તિરુવરુર બાયપાસનો શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન મોદી, 750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રેલવે માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ કરાઈકલ-પેરલમ રેલવે લાઇનને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન કોઈમ્બતુર અને આસપાસના વિસ્તારોમાં ત્રણ રેલ ઓવરબ્રિજને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન પલાની, વેલ્લોર છાવણી, અંબા સમુદ્રમ, પરમકુડી અને નમક્કલમાં પાંચ અમૃત સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કરશે. આ સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.

તેઓ બંદરો સાથે સંબંધિત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ચેન્નઈ બંદર પર ચાર માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આમાં એક પાકો સંગ્રહ યાર્ડ, ચાર નિકાસ-આયાત (એક્ઝિમ) ગોદામો, એક અદ્યતન ક્રુઝ ટર્મિનલ અને એક નાવિક ક્લબનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓથી માલના સંગ્રહ અને સંચાલનમાં સુધારો થશે, ગોદામોની ક્ષમતા વધશે તથા મુસાફરોની સુવિધાઓનું આધુનિકીકરણ થશે, જેનાથી એકસાથે વધુ ક્રુઝ મુસાફરોની અવરજવર શક્ય બનશે. આ ઉપરાંત, આવનારા નાવિકો અને દરિયાઈ કર્મચારીઓને આધુનિક કલ્યાણકારી, મનોરંજક અને સહાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વી. ઓ. ચિદમ્બરનાર બંદર પર આઠ મુખ્ય વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી માલ અને કન્ટેનર સંચાલનની ક્ષમતા વધશે, સ્વચ્છ દરિયાઈ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસિત થશે તથા બંદર પરિસરમાં માલની નિકાસ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાની કાર્યક્ષમતામાં સુધારો થશે. વડાપ્રધાન કામરાજાર બંદર પર કોલસા બર્થ-3 પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે અને કન્ટેનર ટર્મિનલના પ્રથમ તબક્કાના બીજા તબક્કા (ફેઝ-I, સ્ટેજ-II) માટે મૂડી ડ્રેજિંગ કાર્યોનો શિલાન્યાસ કરશે.

તેઓ ચેન્નઈમાં ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (સીપીસીએલ)ની હાલની મનાલી રિફાઇનરીમાં ગ્રુપ-II/III લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક્સ (એલઓબીએસ) પરિયોજનાનો શિલાન્યાસ કરશે. લગભગ 1,620 કરોડ રૂપિયાના ખર્ચે અને 2.70 લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ પરિયોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં વિશ્વસ્તરીય તથા પ્રીમિયમ ગુણવત્તાવાળા સ્નેહક બનાવવા માટે ગ્રુપ-II/III લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક્સનું ઉત્પાદન કરવાનો છે.

મોદી આઈઆઈટી મદ્રાસમાં સુધા ગોપાલકૃષ્ણન મગજ કેન્દ્ર (એસજીબીસી)ને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ કેન્દ્રના એક અનોખા વૈશ્વિક વૈજ્ઞાનિક મિશનનો પણ શુભારંભ કરશે. તેનો ઉદ્દેશ્ય ભ્રૂણ અવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી, માનવ જીવનના વિવિધ તબક્કામાં 100થી વધુ માનવ મગજનું કોષીય સ્તરે ત્રિ-પરિમાણીય નકશો તૈયાર કરવાનો છે. વડાપ્રધાન સી-સ્ટ્રોક પણ જારી કરશે, જે પોતાની જાતનો પ્રથમ માનવ ઇસ્કેમિક સ્ટ્રોક એટલાસ છે. તેમાં સ્ટ્રોકથી પ્રભાવિત મગજના 1,000થી વધુ સૂક્ષ્મદર્શીય ખંડોનું વિસ્તૃત વિવરણ શામેલ છે. આ એટલાસથી દુનિયાભરના સંશોધકોને ઉપચારના નવા લક્ષ્યોને ઓળખવામાં મદદ મળશે.

તેઓ ચેન્નઈમાં જયગોપાલ ગારોડિયા હિંદુ વિદ્યાલય મેટ્રિક્યુલેશન ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ સુવર્ણ જયંતિ શિક્ષણના ક્ષેત્રમાં સંસ્થાના પાંચ દાયકાના યોગદાન તથા શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, અનુશાસન, સાંસ્કૃતિક મૂલ્યો અને સર્વાંગી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની પેઢીઓને તૈયાર કરવામાં તેની ભૂમિકાનું પ્રતીક છે. પોતાના આદર્શ વાક્ય “સા વિદ્યા યા વિમુક્તયે” (જ્ઞાન જે મુક્તિ અપાવે છે)થી પ્રેરિત આ વિદ્યાલય એવા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે, જે સમાજમાં સાર્થક યોગદાન આપે. સમયની સાથે, સંસ્થાએ બદલાતી શૈક્ષણિક આવશ્યકતાઓ અનુસાર પોતાને ઢાળ્યું છે. સાથે જ, તે ચારિત્ર્ય નિર્માણ, જ્ઞાન અને જવાબદાર નાગરિકતાના મૂલ્યો પર સતત ભાર મૂકતું રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande