ભાવનગરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગરની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરટીઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ યુ-ટર્ન ફાઉન્
ટ્રાફિક અવર્નેસ કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગરની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરટીઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ યુ-ટર્ન ફાઉન્ડેશન તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રમેશચંદ્ર જોશી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. માર્ગ પર વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી, ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટનો ઉપયોગ, સીટબેલ્ટ પહેરવાનું મહત્વ તથા માર્ગ પર જવાબદારીપૂર્વક વર્તન કરવા અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત માર્ગ અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. યુવા પેઢીમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતે નિયમોનું પાલન કરવાની સાથે પરિવારજનો તથા અન્ય લોકોને પણ તેના માટે પ્રેરિત કરે તેવા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ સલામતીને લગતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાહિત્ય દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સલામત વાહનવ્યવહાર અંગે વધુ માહિતી મળી હતી.

આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને અકસ્માતો ઘટાડવામાં મદદ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande