પાટણમાં ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પર કેમિકલયુક્ત શાહી ફેંકવાનો આક્ષેપ, બે મહિલાઓની તબિયત લથડી
પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણાં પ્રદર્શન કરી રહેલા ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પર કેમિકલયુક્ત શાહી ફેંકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં બે મહિલા કાર્યકરોની તબિયત લથડતાં તેમને સારવાર માટે ધારપુર સિવિલ હો
પાટણમાં ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પર કેમિકલયુક્ત શાહી ફેંકવાનો આક્ષેપ, બે મહિલાઓની તબિયત લથડી


પાટણમાં ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પર કેમિકલયુક્ત શાહી ફેંકવાનો આક્ષેપ, બે મહિલાઓની તબિયત લથડી


પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.) પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણાં પ્રદર્શન કરી રહેલા ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પર કેમિકલયુક્ત શાહી ફેંકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં બે મહિલા કાર્યકરોની તબિયત લથડતાં તેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મીડિયા, પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

પ્રદેશ મહિલા મોરચાનાં મહામંત્રી પુષ્પા ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે મહિલા મોરચાના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય બહાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓ પર કેમિકલયુક્ત શાહી ફેંકી હતી. તેમણે આ ઘટનાને નિંદનીય ગણાવી હુમલામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જવાબદારી નક્કી કરીને તેમના રાજીનામાની માંગ પણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, ભાજપ મહામંત્રી સંજય પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ સહિતના આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર લઈ રહેલી મહિલા કાર્યકરોના હાલચાલ પૂછ્યા હતા અને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.

બીજી તરફ, પાટણ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ઉપલબ્ધ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. શાહી ફેંકવાની ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે FIR નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande