પોરબંદર મહાનગરપાલિકા કક્ષાએ, ખેલ મહાકુંભ અંતર્ગત ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ.
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ-2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકાના મા
પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ  ખેલ  મહાકુંભ  અંતર્ગત   ટેબલ  ટેનિસ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ  ખેલ  મહાકુંભ  અંતર્ગત   ટેબલ  ટેનિસ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ  ખેલ  મહાકુંભ  અંતર્ગત   ટેબલ  ટેનિસ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદર  મહાનગરપાલિકા  કક્ષાએ  ખેલ  મહાકુંભ  અંતર્ગત   ટેબલ  ટેનિસ  સ્પર્ધા  યોજાઈ.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા સમગ્ર

રાજ્યમાં ખેલ મહાકુંભ-2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પોરબંદર

મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા મહાનગરપાલિકા કક્ષાએ

વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

ખેલ મહાકુંભ-2026 અંતર્ગત પોરબંદરના સરદાર પટેલ રમતગમત

સંકુલ, સાંદીપની મંદિર સામે ટેબલ ટેનિસ

સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અન્ડર-11, અન્ડર-14, અન્ડર-17 તેમજ 40 વર્ષથી ઉપરની વયજૂથ સહિત વિવિધ

કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી.

ખેલાડીઓએ પોતાની રમતકૌશલ્ય અને પ્રતિભાનું

પ્રદર્શન કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર અને ખેલ

મહાકુંભ અમલીકરણ સમિતિના અધ્યક્ષ ટી.સી. તીરથાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી ડૉ. પ્રવિણા

પાંડાવદરા તથા જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાઓનું

આયોજન કરવામાં આવી રહ્યું છે.

ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ રમતગમત પ્રત્યે યુવાનોમાં

જાગૃતિ વધારવા, ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા

તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની દિશામાં આવા આયોજનો દ્વારા

ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande