એસ.ટી. નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસમાં કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી
જુનાગઢ 15 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જૂનાગઢ વિભાગ દ્વારા મુસાફરોની સુરક્ષા, એસ.ટી. પરિસરમાં સ્વચ્છતા તેમજ કાયદાકીય શિસ્તનું પાલન થાય તે માટે સતત સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જૂનાગઢ વિભાગીય નિયામકશ્રી વી
એસ.ટી. નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસમાં કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી


જુનાગઢ 15 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જૂનાગઢ વિભાગ દ્વારા મુસાફરોની સુરક્ષા, એસ.ટી. પરિસરમાં સ્વચ્છતા તેમજ કાયદાકીય શિસ્તનું પાલન થાય તે માટે સતત સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જૂનાગઢ વિભાગીય નિયામકશ્રી વી.બી. ડાંગરની યાદીમાં જણાવ્યા અનુસાર, માહે સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ચેકિંગ કામગીરી દરમિયાન વિવિધ ગેરરીતિઓ અને નિયમભંગ બદલ કડક પગલાં ભરવામાં આવ્યા છે.

આ ઝુંબેશ દરમિયાન મુસાફરો પાસેથી રૂ. ૧૦ ની રકમ વસૂલ કરી ટિકિટ ન આપનાર ૦૧ કંડક્ટરને વિજિલન્સ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની સામે નિગમના ધારાધોરણ મુજબ ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, બસમાં ટિકિટ લીધા વિના મુસાફરી કરતા ૨૭ જેટલા અનધિકૃત મુસાફરોને પકડી પાડી તેમની પાસેથી સ્થળ પર જ રૂ. ૮,૫૨૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જાહેર આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે ગંભીરતા દાખવતા, જૂનાગઢ વિભાગ હેઠળના તમામ ૦૯ ડેપો, બસ તથા બસ સ્ટેશન પરિસરમાં ધૂમ્રપાન કરનારા અને પાન-માવો ખાઈને ગંદકી ફેલાવનારા ૪૧૪ લોકો સામે કેસ દાખલ કરી રૂ. ૫,૮૮૫ નો દંડ વસૂલ કરાયો છે. સાથે જ, એસ.ટી. વિભાગના વિસ્તારમાં ટ્રાફિક અડચણરૂપ અને નો-પાર્કિંગ હેઠળ પાર્ક કરેલા ૩૫ વાહનોને ડિટેઇન કરી રૂ. ૧,૦૧,૨૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande