
ગીર સોમનાથ, 15 ઓક્ટોબર (હિ.સ.) : વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઈન્ડિયન રિયોનના સામેના ભાગે મેન રોડ પર રોડ, કે જે વાણંદ સોસાયટી અને 80 ફૂટ રોડના મુખ્ય માર્ગ પર આવતા ડ્રેનેજ લાઈનના ભૂગર્ભ ગટર ભરાઈને જામ થવાની લાંબા સમયથી ચાલી આવતી ગંભીર સમસ્યાનો અને રહેવાસીઓ અને સ્થાનિક સામાજિક કાર્યકર અનિસ રાચ્છની ફરિયાદ અને રજૂઆતને ધ્યાને રાખી તો જોગનોના અભિપ્રાય મુજબ નગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ફ્લોને લઈને સ્થાનિક રહીશોની લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ચીફ ઓફિસરશ્રી અશ્વિન વ્યાસ, GUDC ના અધિકારી પરમાર, સેનિટેશન ટીમ, સેનિટેશન ઇન્સ્પેક્ટરો, બાબુભાઈ તેમજ સ્થાનિક દેવેન ઓઝા, વિનોદ ભબાણી, બ્રિજેશ મહેતા સહિત કાઉન્સિલરોની ટીમ દ્વારા સતત કામગીરી પર દેખરેખ રાખી કામ હાથ ધરવામાં આવ્યું હતું
સેનેટરી વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કામગીરી હાથ ધરીને ગટરની લાઈનમાંથી આશરે 25 ફૂટ જેટલો ઊંડો મલબો અને કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.
આ કામગીરી પૂર્ણ થતાં જ ભૂગર્ભ ગટરના પાણીનો પ્રવાહ (ફ્લો) સરળતાથી શરૂ થઈ ગયો છે અને ગટર ઉભરાવાની સમસ્યાનો નિકાલ થયો છે.
પ્રમુખએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના અન્ય બે-ત્રણ સ્થળો પર પણ આવીજ રજૂઆતો અને ફરિયાદો હોવાનું સામે આવ્યું છે જે પણ આ ટાઈપના જ ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું પણ ટૂંક સમયમાં નિવારણ કરવામાં આવશે.
ઉપરાંત, આ કામગીરી દરમિયાન જે રોડ ખોદવામાં આવ્યો હતો, તેને પણ આગામી એક-બે દિવસમાં વ્યવસ્થિત કરીને પૂર્વવત કરી દેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ