વીજચોરીના રૂ.૫૧.૫૦ લાખના કેસમાં, જામનગર અદાલત દ્વારા આરોપીનો છુટકારો
જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં કથિત રૂ. ૫૧.૫૦ લાખની વીજચોરી અંગેના, ચર્ચાસપદ કેસમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, જામનગરની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે કેસની તમામ કાર્યવાહી અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ આરોપીને તમામ આરો
ચુકાદો


જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં કથિત રૂ. ૫૧.૫૦ લાખની વીજચોરી અંગેના, ચર્ચાસપદ કેસમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, જામનગરની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે કેસની તમામ કાર્યવાહી અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ આરોપીને તમામ આરોપોમાંથી સંપૂર્ણ નિર્દોષ જાહેર કરી કેસમાંથી મુક્ત કરવાનો કાયદાકીય હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ આરોપી જુમા ખમીસ ભોકલ વિરુદ્ધ રૂ. ૫૧.૫૦ લાખની મોટી રકમની વીજચોરી કરવાનો ગંભીર આક્ષેપ મૂકીને કાયદેસરની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પીજીવીસીએલ/વીજ કંપની દ્વારા કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન આરોપીના એડવોકેટ દ્વારા અદાલત સમક્ષ સબળ અને અસરકારક બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા, સાક્ષીઓની જુબાનીઓ અને દસ્તાવેજી ચોપડાઓની ખામીઓ તરફ અદાલતનું ધ્યાન દોર્યું હતું અને ફરિયાદ પક્ષ ગુનો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોવાની દલીલ કરી હતી.

અદાલતે બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ નિષ્કર્ષ કાઢ્યો હતો કે, ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધ કાયદાકીય ધોરણો મુજબ ગુનો સાબિત કરી શક્યો નથી. પરિણામે અદાલતે આરોપી જુમા ખમીસ ભોકલને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં બચાવ પક્ષે વકીલ દિપકકુમાર કે. ગચ્છર રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande