પોરબંદર મહાનગરપાલિકા દ્વારા, સ્વદેશી મેળામાં ભાગ લેવા માટે અરજીઓ મંગાવાઈ.
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં ભાગ લેવા માટે અરજીઓ મંગાવાઈ છેકારીગરો, ઉત્પાદકો, સખી મંડળો, હસ્તકલા સાથે સંકળાયેલા લોકો અને પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ 19 ઓક્ટોબર, 2026 સુધીમાં અરજી કરી શક
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા, સ્વદેશી મેળામાં ભાગ લેવા માટે અરજીઓ મંગાવાઈ.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં

ભાગ લેવા માટે અરજીઓ મંગાવાઈ છેકારીગરો, ઉત્પાદકો, સખી મંડળો, હસ્તકલા સાથે સંકળાયેલા લોકો અને પીએમ

સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ 19 ઓક્ટોબર, 2026 સુધીમાં અરજી કરી શકશે. આગામી તારીખ 26 ઓકટોબરથી 12 દિવસ સુધી સરકાર દ્વારા સ્વદેશી

મેળાનું આયોજન કરવામાં આવનાર છે.

આ મેળામાં ભાગ લેવા ઇચ્છુક કારીગરો, ઉત્પાદકો, સખી મંડળો, હસ્તકલાની કામગીરી સાથે સંકળાયેલા

વ્યક્તિઓ તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ પાસેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા

અરજીઓ મંગાવવામાં આવી છે. ભાગ લેવા તમામ ઈચ્છુક કારીગરોને વિનામુલ્યે સ્ટોલ

ફાળવવામાં આવશે.

આ સ્વદેશી મેળામાં ભાગ લેવા ઇચ્છુક લાયકાત

ધરાવતા અરજદારો પોરબંદર મહાનગરપાલિકાના યુસીડી વિભાગ, રૂમ નંબર 209 માંથી અરજી ફોર્મ મેળવી શકશે. ભરેલું

અરજી ફોર્મ જરૂરી વિગતો સાથે તા. 19-10-2026 સુધીમાં યુસીડી વિભાગમાં જમા

કરાવવાનું રહેશે. સ્વદેશી મેળામાં ભાગ લેવા ઇચ્છુક તમામ સંબંધિત કારીગરો, ઉત્પાદકો, સખી મંડળો, હસ્તકલા સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને

પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી લાભ લેવા

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande