પાટણ તાલુકાના માતપુરમાં પેટા આરોગ્ય સબ સેન્ટરનું બાંધકામ ચાર મહિનાથી બંધ, કામ શરૂ કરાવવા રજૂઆત
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.)પાટણ તાલુકાના માતપુર ગામમાં પેટા આરોગ્ય સબ સેન્ટરનું બાંધકામ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી ગ્રામજનોને આરોગ્ય સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે મળી રહે તે હે
પાટણ તાલુકાના માતપુરમાં પેટા આરોગ્ય સબ સેન્ટરનું બાંધકામ ચાર મહિનાથી બંધ, કામ શરૂ કરાવવા રજૂઆત


પાટણ તાલુકાના માતપુરમાં પેટા આરોગ્ય સબ સેન્ટરનું બાંધકામ ચાર મહિનાથી બંધ, કામ શરૂ કરાવવા રજૂઆત


પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.)પાટણ તાલુકાના માતપુર ગામમાં પેટા આરોગ્ય સબ સેન્ટરનું બાંધકામ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી ગ્રામજનોને આરોગ્ય સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે મળી રહે તે હેતુથી સબ સેન્ટરના મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોઈ કારણસર કામ લાંબા સમયથી અટકી પડતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ મામલે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લા પ્રમુખ નરેશકુમાર પરમારે PIUના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી બાંધકામનું કામ તાત્કાલિક ફરી શરૂ કરાવવાની માંગ કરી હતી. આ રજૂઆતમાં માતપુરનાં સરપંચ રેખાબેન પટેલ અને પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ હિતેષ બારોટ પણ જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે, બાંધકામ અટકી પડવાથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુને અસર પહોંચી રહી છે.

આગેવાનોએ સબ સેન્ટરનું બાંધકામ બંધ રહેવા પાછળનાં કારણોની તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તથા અધૂરું બાંધકામ વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. બાકી રહેલું કામ ગુણવત્તા જાળવીને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, જેથી માતપુરના ગ્રામજનોને નજીકમાં જ પ્રાથમિક આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande