પોરબંદર GMERS હોસ્પિટલમાં, વધુ પાંચ ડાયાલિસિસ મશીન શરૂ.
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી જીએમઇઆરએસ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ પાંચ અદ્યતન હિમોડાયાલિસિસ મશીનોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ
પોરબંદર  GMERS  હોસ્પિટલમાં વધુ  પાંચ  ડાયાલિસિસ  મશીન  શરૂ.


પોરબંદર  GMERS  હોસ્પિટલમાં વધુ  પાંચ  ડાયાલિસિસ  મશીન  શરૂ.


પોરબંદર  GMERS  હોસ્પિટલમાં વધુ  પાંચ  ડાયાલિસિસ  મશીન  શરૂ.


પોરબંદર  GMERS  હોસ્પિટલમાં વધુ  પાંચ  ડાયાલિસિસ  મશીન  શરૂ.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી જીએમઇઆરએસ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ પાંચ અદ્યતન હિમોડાયાલિસિસ મશીનોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીનો કાર્યરત થતાં ડાયાલિસિસ યુનિટની ક્ષમતામાં વધારો થશે અને દર્દીઓને સમયસર સારવાર મેળવવામાં મોટી રાહત મળશે.

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટને વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે. પાંચનવા મશીનો ઉમેરાવાથી પ્રતિદિન વધુ દર્દીઓને સારવાર આપી શકાશે. સાથેજ દર્દીઓનો વેઇટિંગ સમય ઘટાડવામાં મદદ મળશે.કિડનીની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે નિયમિત ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે.અગાઉ સ્થાનિક સ્તરે પૂરતી સુવિધા નમળતાં કેટલાક દર્દીઓને રાજકોટ અને જામનગર જેવા શહેરોમાં જવું પડતું હતું. હવે પોરબંદરમાં જ ડાયાલિસિસની સુવિધા વધતાં દર્દીઓ અને તેમનાપરિવારજનોનો સમય, મુસાફરીનો ખર્ચ અને શારીરિક મુશ્કેલીઓ ઘટશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તથા લાગુ પડતી સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને નિયમો અનુસારનિઃશુલ્ક ડાયાલિસિસ સારવારનો લાભ મળી શકશે. આધુનિક મશીનોની મદદથી પ્રશિક્ષિત ટેકનિશિયન અને તબીબી સ્ટાફની દેખરેખ હેઠળ દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ગૌરવ ભંભાણી, સીડીએમઓ ડો. દિવ્યા ડાગા, આરએમઓ ડો. વરુણ મહેતા, ફિઝિશિયન ડો. સિદ્ધાર્થ જાડેજા, સામાજિક કાર્યકર નરેશભાઈ જોશી સહિત હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા પોરબંદર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ આરોગ્ય સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande