






પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના બળેજ ગામે આવેલા માતાજીના મઢ ખાતે પુંજ મહોત્સવની ભવ્ય ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આગામી 19 અને 20 ઓક્ટોબરના બે દિવસ દરમિયાન યોજાનારા આધાર્મિક મહોત્સવમાં અંદાજે ત્રણ લાખ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે તેવી આયોજકો દ્વારા જણાવ્યુ છે. મહોત્સવને લઈને હાલ સ્થળ પર વિવિધ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ભવ્ય મહાપ્રસાદ માટે વિશાળ આયોજન પુંજ મહોત્સવ અંતર્ગત લાખો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, મહાપ્રસાદની તૈયારી માટે અંદાજે 500 ડબ્બા ઘી, 9,000 કિલો ચોખા, 2.5 હજાર કિલો ખીચડી માટેની સામગ્રી અને 100 ડબ્બા ગોળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો માટે ચા અને છાશનું વિતરણ પણ સતત ચાલુ રાખવામાં આવશે. ભૂવા આતા જેઠા આતાની આજ્ઞાથી આયોજન પૂજ્ય ભૂવા આતા જેઠા આતા ની આજ્ઞાથી, આભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહોત્સવમાં પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે.
લાખો ભક્તોની અવરજવર અને મહાપ્રસાદની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યોછે.બળેજ ખાતે યોજાનારા આ પુંજ મહોત્સવમાં ધાર્મિક શ્રદ્ધા, સેવાભાવ અને સામૂહિક સહયોગનો અનોખો સમન્વય જોવા મળશે. બે દિવસ દરમિયાન ભક્તોને મહાપ્રસાદનો લાભ મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya