નવી સિવિલ હોસ્પિટલને પાંચ સોનોગ્રાફી અને સી-આર્મ મશીનની ભેટ
સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર અને આધુનિક તબીબી સેવાઓ મળી રહે તે માટે વહીવટીં તંત્ર સતત કટીબદ્ધ છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના જણાવ્યાનુસાર દર્દીઓને આધુનિક આરોગ્ય સે
Gift of Five Sonography Machines


સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર અને આધુનિક તબીબી સેવાઓ મળી રહે તે માટે વહીવટીં તંત્ર સતત કટીબદ્ધ છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના જણાવ્યાનુસાર દર્દીઓને આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની માર્ગદર્શનથી સિવિલ હોસ્પિટલને પાંચ નવા સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ના સીએસઆર ફંડ અંતર્ગત હોસ્પિટલને એક અદ્યતન સી-આર્મ મશીન પણ એનાયત કરવામાં આવ્યું છે.

આ નવા સોનોગ્રાફી મશીનો મળવાથી નવી સિવિલ હોસ્પિટલની તબીબી સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે. સોનોગ્રાફી મશીનો વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ અને રોગોના ચોક્કસ નિદાન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી દર્દીઓની વહેલી તકે યોગ્ય સારવાર શક્ય બનશે. બીજી તરફ, ડીજીવીસીએલ તરફથી મળેલું સી-આર્મ મશીન ઓર્થોપેડિક (હાડકાના) ઓપરેશન દરમિયાન રિયલ-ટાઈમ ઈમેજિંગ પૂરું પાડશે, જેથી તબીબોને જટિલ શસ્ત્રક્રિયાઓ વધુ ચોકસાઈ અને સરળતાથી કરવામાં મોટી મદદ મળશે. આ આધુનિક સાધનોથી સિવિલ હોસ્પિટલમાં આવતા સામાન્ય અને જરૂરિયાતમંદ દર્દીઓને ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.

નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અંદાજે રોજની 500 થી 600 સોનોગ્રાફી થાય છે. જેના કારણે સોનાગ્રાફી માટે આવતા દર્દીઓને વધુ ઝડપી અને ઓછા વિલંભથી સારવાર ઉપલબ્ધ થશે. ઓર્થોપેડીક સર્જરી અંદાજે રોજની 15 થી 18 થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande