અંકલેશ્વર જીઆઈડીસી હાઉસિંગ પ્લોટ યુપી 1 માં ભૃગુ નર્મદા સરોવરનો ખાત મુહૂર્ત સમારોહ યોજાયો
પ્રોજેક્ટમાં 2051 સુધીમાં 4.29 લાખની વસ્તીને દરરોજ 65 એમએલડીની જરૂરિયાતને પોહચી વળશે આશરે 253.5 મિલિયન લિટર કાચા પાણીનો સંગ્રહ સાથે બનશે સરોવર 91.15 કરોડના ખર્ચે પ્રથમ રો વોટર રિઝર્વોયર બનશે જેનું કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ભરૂચ 15 ઓક
અંકલેશ્વર જીઆઈડીસી હાઉસિંગ પ્લોટ યુપી 1 માં ભૃગુ નર્મદા સરોવરનો ખાત મુહૂર્ત સમારોહ યોજાયો


અંકલેશ્વર જીઆઈડીસી હાઉસિંગ પ્લોટ યુપી 1 માં ભૃગુ નર્મદા સરોવરનો ખાત મુહૂર્ત સમારોહ યોજાયો


અંકલેશ્વર જીઆઈડીસી હાઉસિંગ પ્લોટ યુપી 1 માં ભૃગુ નર્મદા સરોવરનો ખાત મુહૂર્ત સમારોહ યોજાયો


અંકલેશ્વર જીઆઈડીસી હાઉસિંગ પ્લોટ યુપી 1 માં ભૃગુ નર્મદા સરોવરનો ખાત મુહૂર્ત સમારોહ યોજાયો


અંકલેશ્વર જીઆઈડીસી હાઉસિંગ પ્લોટ યુપી 1 માં ભૃગુ નર્મદા સરોવરનો ખાત મુહૂર્ત સમારોહ યોજાયો


પ્રોજેક્ટમાં 2051 સુધીમાં 4.29 લાખની વસ્તીને દરરોજ 65 એમએલડીની જરૂરિયાતને પોહચી વળશે

આશરે 253.5 મિલિયન લિટર કાચા પાણીનો સંગ્રહ સાથે બનશે સરોવર

91.15 કરોડના ખર્ચે પ્રથમ રો વોટર રિઝર્વોયર બનશે જેનું કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

ભરૂચ 15 ઓક્ટોબર (હિ.સ.)

અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટ ખાતે 30 એકરમાં 91.15 કરોડના ખર્ચે પ્રથમ રો વોટર રિઝર્વોયરનું ખાત મુહૂર્ત સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ સાથે જીઆઈડીસી,એઆઈએ તેમજ નોટિફાઈડના સહકારથી કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી જીઆઇડીસી અંકલેશ્વરનો હાઉસિંગ વિસ્તાર તેમજ પીરામણ ,સારંગપુર, દઢાલ ,ભડકોદરા અને કોસમડી ગામાને શુદ્ધ અને ક્લોરીનેશન કરેલું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના આયોજનને વેગ મળશે . વર્ષ 2051 સુધીની અંદાજિત વસ્તીને ધ્યાનમાં રાખીને આયોજન કરવાથી ભવિષ્યમાં વધતી પાણીની માંગને પહોંચી વળવામાં પણ સરળતા રહેશે.

આ ભૃગુ નર્મદા સરોવર તૈયાર થતા મુખ્ય સ્ત્રોતમાંથી પુરવઠો બંધ થાય અથવા કેનાલ બંધ રહે તેવા સંજોગોમાં અંદાજે ત્રણ દિવસ સુધી કાચા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ રહેશે .આ પ્રોજેક્ટના આમલીકરણથી હાઉસિંગ વિસ્તારની પાણી પુરવઠા વ્યવસ્થા અને ઔધોગિક પાણી પુરવઠા વ્યવસ્થા સ્વતંત્ર બનશે ઉપરાંત પ્રોજેક્ટ અંતર્ગત ભૂગર્ભજળ રિચાર્જની વ્યવસ્થા તથા ચોમાસા દરમિયાન વધારાના પાણીની સુરક્ષિત નિકાલ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ ખાત મુહૂર્ત સમારોહ અંતર્ગત માઁ અંબાના જયકારા સાથે ખાત મુહૂર્ત વિધિ શરૂ કરાઈ હતી.2051 સુધીમાં વસ્તીને પાણીની 65 એમએલડી જરૂરિયાતને પોહચી વળવા રિઝરવોયર કારગર નીવડશે.91.15 કરોડનો પ્રોજેક્ટ 60 કરોડ જીઆઈડીસીએ મંજૂર કર્યા છે જ્યારે વધારાનો ખર્ચ નોટિફાઈડ વહન કરશે.આ તળાવમાં ભરૂચના ભૃગુ ઋષિની મોટી મૂર્તિ બનશે.વિમલ જેઠવા એઆઈએ ચેરમેન અંકલેશ્વર .

હાલના તળાવમાં કેનાલનું રિપેરિંગ કરતી વખતે 45 થી 90 દિવસ બંધ રાખવી પડતી હતી.પરંતુ હવે 1200 ક્યુસેકનું નવું તળાવ બનતા ત્યારે આવનાર વર્ષોમાં આ સમસ્યા દૂર થઈ શકે તેમ છે.હવે કેનાલનો પર્યાય મળ્યો છે ભાડભૂત બેરેજમાંથી પાણી સીધું મળશે 1700 કરોડના ખર્ચે આ પાઈપલાઈનનું કામ થાશે.કલ્પસર યોજનામાં પણિયાદરાથી ભાવનગર સુધી 16 લેન રસ્તા સાથે બેરેજ બનશે જેના નેધરલેન્ડ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે તેમાં 10 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળશે .ઈશ્વરસિંહ પટેલ મંત્રી જળસંપતિ .

જીઆઈડીસી એસ્ટેટની ઘણા લાંબા સમયથી પડતર માંગણી તળાવની હતી તે હવે ભૃગુ નર્મદા સરોવર બનતા પૂર્ણ થાશે પ્રબોધભાઈ પટેલ નોટીફાઇડ ચેરમેન.

જગ્યા 1200 કરોડની છે પરંતુ જળ એ એનાથી વધુ કિંમતી છે. બીજું આ સરોવરનું નામ ભૃગુ ઋષિના નામ પર રાખ્યું એ અતિ ઉત્તમ છે .મા નર્મદા અંકલેશ્વર બાજુ વહેતા હતા પરંતુ ઋષિ વૃદ્ધ થતા મા નર્મદાને પ્રાર્થના કરતા અંકલેશ્વર બાજુથી ભરૂચ તરફ વહેતા થયા હતા.

ગંગાદાસ બાપુ મહંત રામકુંડ અંકલેશ્વર .

કાર્યક્રમની આભારવિધિ વાલમજી દેસાઈએ કરી હતી.આ ભૃગુ નર્મદા સરોવરના ખાત મુહૂર્ત સમારોહમાં જય તેરૈયા અંકલેશ્વર નોટીફાઇડ ભાજપા પ્રમુખ,નિલેશ પટેલ માનદ મંત્રી એઆઈએ,ચંદુ અકબરી ,કમલેશ ગઢિયા,જશુ ચૌધરી ,વિકાસ પટેલ ,રાહુલ કુશવાહા તેમજ એઆઈએ ટીમ,નોટિફાઈડ અને જીઆઈડીસી અધિકારી ગણ વગેરે હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande