પોરબંદરમાં માય ભારત દ્વારા, આંતરરાષ્ટ્રીય આપત્તિ ન્યૂનીકરણ દિવસની ઉજવણી કરાઈ
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત (MY Bharat), પોરબંદર દ્વારા સુદામાજી આદર્શ નિવાસી શાળા ખાતે આંતરરાષ્ટ્રીય આપત્તિ ન્યૂનીકરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ
પોરબંદરમાં  માય  ભારત  દ્વારા  આંતરરાષ્ટ્રીય  આપત્તિ   ન્યૂનીકરણ  દિવસની  ઉજવણી  કરાઈ


પોરબંદરમાં  માય  ભારત  દ્વારા  આંતરરાષ્ટ્રીય  આપત્તિ   ન્યૂનીકરણ  દિવસની  ઉજવણી  કરાઈ


પોરબંદરમાં  માય  ભારત  દ્વારા  આંતરરાષ્ટ્રીય  આપત્તિ   ન્યૂનીકરણ  દિવસની  ઉજવણી  કરાઈ


પોરબંદરમાં  માય  ભારત  દ્વારા  આંતરરાષ્ટ્રીય  આપત્તિ   ન્યૂનીકરણ  દિવસની  ઉજવણી  કરાઈ


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત મેરા યુવા

ભારત (MY Bharat), પોરબંદર દ્વારા સુદામાજી આદર્શ નિવાસી

શાળા ખાતે આંતરરાષ્ટ્રીય આપત્તિ ન્યૂનીકરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ

યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં આપત્તિ

વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાનો તથા આપત્તિના સમયે સાવચેતી, સલામતી અને આગોતરી તૈયારીનું મહત્વ

સમજાવવાનો હતો.

મેરા યુવા ભારત, પોરબંદરના ઉપનિર્દેશક નવીન ગુલિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ

કાર્યક્રમમાં ભૂકંપ, પૂર, વાવાઝોડું અને આગ જેવી વિવિધ આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટે જરૂરી

સાવચેતી, સમયસર ચેતવણી અને યોગ્ય આયોજન અંગે

માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આપત્તિના સમયે ગભરાયા વિના

સમજદારીપૂર્વક વર્તવા, સુરક્ષિત સ્થળે પહોંચવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂરિયાતમંદ

લોકોને મદદરૂપ થવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં યુવાનો અને વિદ્યાર્થીઓને પોતાના

પરિવાર, શાળા અને સમાજમાં પણ આપત્તિ વ્યવસ્થાપન

અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આપત્તિનું જોખમ ઘટાડવા માટે

જનસહભાગિતા, જાગૃતિ અને સામૂહિક સહયોગ અત્યંત જરૂરી

છે. યુવાનો જાગૃત અને આપત્તિનો સામનો કરવા સજ્જ બને તો જાનમાલનું નુકસાન ઘટાડવામાં

મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે, તેવો

સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે જિલ્લા ડિઝાસ્ટર

મેનેજમેન્ટ વિભાગના DPO ગૌતમ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત

મેરા યુવા ભારત, પોરબંદરના જિલ્લા કો-ઓર્ડિનેટર કિશોર

પાંડાવદરા, કુતિયાણા તાલુકાના કો-ઓર્ડિનેટર જીતુભાઈ

ઓડેદરા, શાળાના આચાર્ય, શિક્ષકગણ, સ્ટાફ, MY Bharatના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દ્વારા આપત્તિ સામે આગોતરી તૈયારી, જાગૃતિ અને સામૂહિક સહયોગના માધ્યમથી

સુરક્ષિત, સક્ષમ અને સહનશીલ સમાજના નિર્માણનો

સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande