રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકારના ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ ક્ષયરોગથી પીડિત દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે તેવા ઉમદા હેતુથી રાણાવાવ સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની (હાથી સિમેન્ટ) દ્વારા ટીબીના
રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની દ્વારા         ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકારના ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર

કરવા તેમજ ક્ષયરોગથી પીડિત દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે તેવા ઉમદા

હેતુથી રાણાવાવ સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની (હાથી સિમેન્ટ) દ્વારા ટીબીના આશરે 30 દર્દીઓને છ માસ સુધી ચાલે તેટલી પોષણ

કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી કંપનીએ સામાજિક

ઉત્તરદાયિત્વ નિભાવવાની સાથે ટીબીના દર્દીઓના આરોગ્ય અને પોષણ પ્રત્યેની કાળજીનું

ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ

ટીબીના દર્દીઓને નિયમિત દવા લેવા, તબીબની

સલાહનું પાલન કરવા, પૌષ્ટિક આહાર લેવા તથા સારવારનો

નિર્ધારિત કોર્સ પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જસમયસર નિદાન તથા નિયમિત સારવારથી તેમાંથી સાજા

થઈ શકાય છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ટીબીના નિદાન, સારવાર અને સરકારની વિવિધ યોજનાઓ અંગે

પણ દર્દીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ

મળી રહે તે હેતુથી વિતરિત કરવામાં આવેલી પોષણ કીટમાં છ માસ સુધી ઉપયોગી થાય તેટલો

પૌષ્ટિક આહાર, વિવિધ પ્રકારનાં અનાજ, કઠોળ, ખજૂર સહિતની પોષણક્ષમ ખાદ્યસામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંતુલિત અને પોષણયુક્ત આહાર દર્દીઓની શારીરિક ક્ષમતા જાળવવામાં તથા સારવાર દરમિયાન

સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ બનશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારતના

સંકલ્પને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલી નિક્ષય મિત્ર પહેલમાં સહભાગી બનવા

અપીલ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત વ્યક્તિઓ, સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગો, સેવાભાવી સંસ્થાઓ તથા અન્ય દાતાઓ

ટીબીના દર્દીઓને પોષણ સહાય અને જરૂરી સહયોગ પૂરો પાડીને ટીબી મુક્ત સમાજના

નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનની જવાબદારી

તાલુકા ટીબી સુપરવાઈઝર પ્રિતેશભાઈ જોષીએ કર્યું હતું. તેમના પ્રયાસોથી આરોગ્ય

વિભાગ અને સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના અધિકારીઓ વચ્ચે સંકલન સાધીને ટીબીના દર્દીઓ

સુધી પોષણ સહાય પહોંચાડવાની આ સેવાકીય પ્રવૃત્તિ સફળતાપૂર્વક યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.

ડી. બી. મહેતા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.

દિવ્યાબેન દાગા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. સીમાબેન

પોપટિયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આર. જી. રાતડિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ

, સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના ખાણ વિભાગના

વડા પી. કે. દેશપાંડે, એચ.આર. વિભાગના એચ. એમ. ખૂંટી તથા

ઓક્યુપેશનલ હેલ્થ વિભાગના વડા ડૉ. વસાવડા અને શ્રમ મંત્રાલય ખાણ આયુર્વેદ

ડિસ્પેન્સરીનાં ડૉ. નીતા વસાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌરાષ્ટ્ર સિમેન્ટની હાથી

અને સિદ્ધિ બ્રાન્ડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર નરેન્દ્ર સિંઘે આ સેવાકીય કાર્ય

માટે સૌને બિરદાવ્યા હતા.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ટીબીમાંથી સાજા

થયેલા દર્દીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી તેમની સફળતાની કહાનીઓ રહી હતી. દર્દીઓએ

ટીબી દરમિયાન પડેલી મુશ્કેલીઓ, સારવાર

મેળવવાનો અનુભવ, નિયમિત દવાઓનું મહત્ત્વ, પૌષ્ટિક આહારની ભૂમિકા તેમજ આરોગ્ય

વિભાગ અને પરિવારજનો તરફથી મળેલા સહકાર અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. સાથે જ સમાજમાં ટીબી અંગે પ્રવર્તતી

ગેરમાન્યતાઓ દૂર કરવા અને દર્દીઓ પ્રત્યે ભેદભાવ રાખવાને બદલે તેમને સહકાર તથા

હૂંફ આપવા સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય

પૂરી પાડવાની સાથે રોગ અંગે જાગૃતિ ફેલાવવા અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર

કરવા સામૂહિક સહયોગનું મહત્ત્વ પણ ઉજાગર કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande