પાટણના રામનગરમાં રોડના કામને વેગ આપવા દબાણો દૂર કરાયાં, આંગણવાડી પણ તોડી પડાઈ
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામનગરમાં લાંબા સમયથી અટવાયેલા રોડ નિર્માણ કાર્યને ઝડપી બનાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રસ્તાના નિર્માણમાં નડતરરૂપ કાચાં-પાકાં બાંધકામો દૂર કરવાની સા
પાટણના રામનગરમાં રોડના કામને વેગ આપવા દબાણો દૂર કરાયાં, આંગણવાડી પણ તોડી પડાઈ


પાટણના રામનગરમાં રોડના કામને વેગ આપવા દબાણો દૂર કરાયાં, આંગણવાડી પણ તોડી પડાઈ


પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામનગરમાં લાંબા સમયથી અટવાયેલા રોડ નિર્માણ કાર્યને ઝડપી બનાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રસ્તાના નિર્માણમાં નડતરરૂપ કાચાં-પાકાં બાંધકામો દૂર કરવાની સાથે આંગણવાડીનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું.

રામનગરમાં સ્થાનિક દબાણો અને ગટરની ગંભીર સમસ્યાને કારણે રોડનું કામ લાંબા સમયથી અધૂરું હતું. ગટરની સમસ્યાના ઉકેલ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) મારફતે કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ રોડ નિર્માણમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન રસ્તામાં અડચણરૂપ બાંધકામો દૂર કરાયાં હતાં. અગાઉથી તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો તે આંગણવાડીનું બાંધકામ પણ રોડના નિર્માણમાં નડતરરૂપ હોવાથી તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નગરપાલિકાના ઈજનેર, સેનેટરી વોર્ડ ઇન્સ્પેક્ટરો અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

નગરપાલિકા તંત્ર દ્વારા દિવાળીના તહેવાર પહેલાં રોડનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દબાણો દૂર થતાં રસ્તાનું બાકીનું કામ ઝડપથી આગળ વધવાની શક્યતા છે. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande