સાંદીપનિ વિદ્યાનિકેતનમાં, કરુણામયીમાની ભવ્ય રથયાત્રા સંપન્ન
પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આયોજિત 45 મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નિમિતે શ્રીહરિમંદિર માં કરુણામયી માની રથયાત્રા મનોરથ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.શારદીય નવરાત્રિ દરમિયાન શ્રીહ
સાંદીપનિ  વિદ્યાનિકેતનમાં  કરુણામયીમાની  ભવ્ય  રથયાત્રા  સંપન.


સાંદીપનિ  વિદ્યાનિકેતનમાં  કરુણામયીમાની  ભવ્ય  રથયાત્રા  સંપન.


પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આયોજિત 45 મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નિમિતે

શ્રીહરિમંદિર માં કરુણામયી માની રથયાત્રા મનોરથ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો

હતો.શારદીય નવરાત્રિ દરમિયાન શ્રીહરિ મંદિરમાં સાયં આરતી બાદ સુસજ્જિત રથમાં કરુણામયીમા ની ઉત્સવમૂર્તિને મંત્રોચ્ચાર અને

સંકીર્તન સાથે પધરાવવામાં આવી હતી.

ત્યારબાદ

પૂજ્યભાઈશ્રી તથા પૂજ્ય બિહારીદાસ

ભક્તમાલીજીના હસ્તે, કરુણામયી માની પૂજા-અર્ચના

કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી અને

પૂજ્ય બિહારીદાસ ભક્તમાલીજીએ રથ ખેંચીને

રથયાત્રા મનોરથ સંપન્ન કર્યો હતો. આ પવિત્ર

મનોરથમાં અનુષ્ઠાનના મુખ્ય મનોરથી સહિત અન્ય

ભાવિકો પણ જોડાયા હતા અને કરુણામયી માના

દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

સમગ્ર આયોજન દરમિયાન મંત્રોચ્ચાર અને

સંકીર્તનથી શ્રીહરિ મંદિરનું વાતાવરણ ભક્તિમય

બન્યું હતું.45મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન

મહોત્સવના ભાગરૂપે યોજાયેલા આ રથયાત્રા મનોરથમાં ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક સહભાગી બની

માતાજીનાં દર્શન કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande