કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા માંગરોળના નગીચાણા-આજક તથા કેશોદના અજાબ આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરશે
જૂનાગઢ, 15 ઓક્ટોબર (હિ.સ.) ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગીચાણા અને આજક તથા કેશોદ તાલુકાના અજાબ ગામ ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરોનું લોકાર્પણ કરશે. કે
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા માંગરોળના નગીચાણા-આજક તથા કેશોદના અજાબ આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરશે


જૂનાગઢ, 15 ઓક્ટોબર (હિ.સ.) ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગીચાણા અને આજક તથા કેશોદ તાલુકાના અજાબ ગામ ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરોનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તા.૧૬ ઓક્ટોબરના રોજ બપોરે ૪:૦૦ કલાકે નગીચાણા ગામ ખાતે નવનિર્મિત આ આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે પેટા આરોગ્ય કેન્દ્રોને ખુલ્લા મુકશે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિર્મિત આ આરોગ્ય કેન્દ્રોથી ગ્રામીણ સ્તરે આરોગ્ય સેવાઓ વધુ મજબૂત અને સુલભ બનશે અને ગ્રામીણ સ્તરે આરોગ્ય સેવાઓમાં વધારો થશે. આ પ્રસંગે તાલુકા અને જીલ્લાના સર્વે સંબંધિત અધિકારીઓ અને માનવંતા મહેમાનો હાજર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande