જામનગરમાં કોમી એકતાની મિસાલ: મુસ્લિમ ચિત્રકારે કેનવાસ પર કંડારી માઁ આદ્યશક્તિની પ્રતિકૃતિ
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : ''છોટીકાશી'' તરીકે જાણીતા જામનગર શહેરમાં નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે કલા અને ભક્તિએ ધર્મની સીમાઓ તોડીને કોમી એકતા અને સદભાવનાનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરમાં રહેતા અને અગાઉ ભગવાન શ્રીકૃષ્ણના સુંદર ચિત્ર
મુસ્લિમ ચિત્રકારે કંડાર્યું માં આદ્યશક્તિનું ચિત્ર


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : 'છોટીકાશી' તરીકે જાણીતા જામનગર શહેરમાં નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે કલા અને ભક્તિએ ધર્મની સીમાઓ તોડીને કોમી એકતા અને સદભાવનાનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શહેરમાં રહેતા અને અગાઉ ભગવાન શ્રીકૃષ્ણના સુંદર ચિત્રો બનાવી ચૂકેલા મુસ્લિમ ચિત્રકાર ખૂંભીયા ફખરૂદિન અલી ઉર્ફે કે.એફ. અલીએ નવરાત્રિના અવસરે માઁ આદ્યશક્તિનું એક મનમોહક તેલચિત્ર તૈયાર કર્યું છે.

આ કલાકૃતિમાં સાક્ષાત્ માતાજી પૃથ્વી પર પધારી રહ્યા હોય તેવું આબેહૂબ દ્રશ્ય દ્રશ્યમાન થાય છે, જેને પૂર્ણ કરવા માટે ચિત્રકારે સતત પંદર દિવસ સુધી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આ સુંદર પ્રયાસ દ્વારા તેમણે સાબિત કરી દીધું છે કે સાચી કલા અને શ્રદ્ધા ક્યારેય કોઈ ધર્મના સીમિત બંધનોમાં નથી બંધાતી, પરંતુ તે માનવતા અને પરસ્પર પ્રેમની ભાવનાને વેગ આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande