જામનગર જિલ્લામાં નર્સરી સહાય યોજના માટે ૨૫ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ‘મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર – નેશનલ હોર્ટીકલ્ચર મિશન’ યોજના હેઠળ નર્સરી સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત લ
આઈ ખેડૂત


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ‘મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર – નેશનલ હોર્ટીકલ્ચર મિશન’ યોજના હેઠળ નર્સરી સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત લાર્જ અને સ્મોલ નર્સરી સ્થાપવા ઈચ્છતા ખેડૂતો પાસેથી ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, ૧ થી ૨ હેક્ટરની ક્ષમતા ધરાવતી લાર્જ નર્સરી અને ૦.૪ થી ૧ હેક્ટર ધરાવતી સ્મોલ નર્સરીના ઘટકો માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અરજદારોએ સરકારના અધિકૃત આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

અરજી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી અને ઓળખ પ્રમાણીકરણ કરવું ફરજિયાત છે. ત્યારબાદ જરૂરી તમામ કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ ખેડૂતોએ તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે, જેથી ભવિષ્યની પ્રક્રિયામાં તેનો ઉપયોગ થઈ શકે.

ત્યારબાદ અરજીની મંજૂરી મળે એટલે અસલ બિલ ફાઈલ સાથે સહી કરેલી પ્રિન્ટ અને અન્ય સાધન-કાગળો કચેરીએ જમા કરાવવાના રહેશે. આ તમામ દસ્તાવેજો નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે, જેના માટે કચેરીના ફોન નંબર ૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande