જામનગરના દિવ્યાંગ ખેલાડીઓ માટે ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૬’નું આયોજન: ૧૫ નવેમ્બર સુધી કરાવી શકાશે રજીસ્ટ્રેશન
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે ''સ્પેશિયલ ખેલ મહાકુંભ - ૨૦૨૬''નું આયોજન કરવામાં
દિવ્યાંગ સ્પે.ખેલ મહાકુંભ


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે 'સ્પેશિયલ ખેલ મહાકુંભ - ૨૦૨૬'નું આયોજન કરવામાં આવશે. તા. ૧૫ ઓક્ટોબરથી તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬ સુધી વિવિધ સ્થળો પર ઓફલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જિલ્લા અને રાજ્યકક્ષાએ યોજાનારી આ સ્પર્ધાઓમાં માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન, શ્રવણ મંદ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા ખેલાડીઓ ભાગ લઈ શકશે. માનસિક ક્ષતિગ્રસ્ત માટે ૮ થી ૧૫, ૧૬ થી ૨૧ અને ૨૨ વર્ષથી ઉપર; શારીરિક ક્ષતિગ્રસ્ત માટે ૧૬ વર્ષથી નીચે, ૧૬ થી ૩૫ અને ૩૫થી ઉપર; બ્લાઈન્ડ માટે ૧૮થી નીચે અને ૧૮થી ઉપર; શ્રવણ મંદ માટે ૧૬થી નીચે, ૧૬થી ઉપર અને ૪૫થી ઉપર તથા સેરેબ્રલ પાલ્સી માટે ઓપન એજ ગ્રુપ નક્કી કરાયા છે.

આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન સંબંધિત સંસ્થાઓ દ્વારા કરાશે. દર વર્ષની જેમ દિવ્યાંગતાના પ્રમાણપત્રોના વેરિફિકેશન બાદ જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે. જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. જામનગર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લે તે હેતુથી વિવિધ નોંધણી કેન્દ્રો કાર્યરત કરાયા છે.

રજીસ્ટ્રેશન માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ જામનગર, શ્રી રામ મૂક બધિર શાળા, ઓમ ટ્રેનિંગ સેન્ટર, અંધજન તાલીમ કેન્દ્ર તથા કાલાવડ, ધ્રોલ, જામનગર, લાલપુર, જોડિયા અને જામજોધપુરના બી.આર.સી. ભવનનો સંપર્ક કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande