સિહોરમાં 904 વડીલોને રૂ. 83.85 લાખના સહાયક સાધનોનું વિતરણ
ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.)સેવા સંકલ્પ અભિયાન તેમજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ નિમિત્તે સિહોર ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અને કેન્દ્રીય ર
સાધનોનું વિતરણ


ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.)સેવા સંકલ્પ અભિયાન તેમજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ નિમિત્તે સિહોર ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં 904 વરિષ્ઠ નાગરિકોને રૂ. 83.85 લાખના વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડૉ. વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ, સુગમ અને આત્મનિર્ભર બને તે માટે સરકાર સતત કાર્યરત છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વડીલોને વ્હીલચેર, વોકર, બેસાખી, શ્રવણયંત્ર, કૃત્રિમ દાંત સહિતના સાધનો આપવામાં આવે છે. જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોમોડ ચેર, સ્ટૂલ, સિલિકોન ફોમ કુશન, ની-બ્રેસ, સ્પાઇનલ અને સર્વાઇકલ સપોર્ટ, બેક બેલ્ટ તથા રોલેટર જેવા સાધનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા પરિવારો માટે વડીલોની સાધનસામગ્રીનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મળતી સાધન સહાયથી વડીલોની રોજિંદી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તેઓ વધુ સરળતાથી જીવન જીવી શકશે.

ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના અંતર્ગત આઠ કેમ્પો યોજી 8,091 વરિષ્ઠ નાગરિકો માટે આશરે રૂ. 7 કરોડથી વધુ મૂલ્યના કુલ 45,968 સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. સિહોર ખાતે યોજાયેલો કેમ્પ આ શ્રેણીનો અંતિમ કેમ્પ હતો.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande