મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં થલતેજ ખાતે રાવણદહન
અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે થલતેજ ખાતે મુખ્યમંત્રી ભ
Chief Minister Bhupendra Patel burns Ravan at Thaltej in Ahmedabad


Chief Minister Bhupendra Patel burns Ravan at Thaltej in Ahmedabad


અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે થલતેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને આઇસીસી ચેરમેન જય શાહ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વિજયાદશમી મહોત્સવમાં સહભાગી થયા હતા અને તેમના હસ્તે રાવણદહન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આધુનિક તકનીકથી રિમોટનું બટન દબાવીને મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું હતું.શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી મહોત્સવ -2026 અંતર્ગત અમદાવાદમાં ડાયરો અને રાવણદહનના કાર્યક્રમ યોજાયો હતો.સાંઇરામ દવેની ટીમ દ્વારા ડાયરો પ્રસ્તુત કરાયો હતો.

વિજયાદશમી મહોત્સવમાં શહેરી વિકાસ રાજયમંત્રી દર્શના વાઘેલા, અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, સાંસદ દિનેશ મકવાણા, સ્થાનિક ધારાસભ્યઓ, સંતો-મહંતો સહિતના રાજકીય અગ્રણીઓ, અમ્યુકોના પદાધિકારીઓ, શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના વડા સંદીપ બારોટ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande