ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી મુદ્દે વિવાદ.
પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સંચાલન અને ચૂંટણી પ્રક્રિયાને લઈને વિવાદ સામે આવ્યો છે.ચેમ્બરના સભ્ય નિલેશ શાંતિલાલ સુધાણી દ્વારા રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરીને સંસ્થાની ચૂંટણી સહ
ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી મુદ્દે વિવાદ.


પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સંચાલન અને ચૂંટણી પ્રક્રિયાને લઈને વિવાદ સામે

આવ્યો છે.ચેમ્બરના સભ્ય નિલેશ શાંતિલાલ સુધાણી

દ્વારા રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનરને

લેખિત રજૂઆત કરીને સંસ્થાની ચૂંટણી સહિતના

મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.નિલેશ સુધાણીની રજૂઆત મુજબ, 12 મે, 2025ના રોજ સંયુક્ત ચેરિટી કમિશનરના હુકમ બાદ મૂળ અરજીના 10 અરજદારોને એક મહિના સુધી સંસ્થાનું સંચાલન સોંપવામાં

આવ્યું હતું.ત્યારબાદ નવા સભ્યો બનાવવા અને ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરવાની હતી.

જોકે, અરજદારના જણાવ્યા મુજબ પાંચ મહિના વીતીજવા છતાં ચૂંટણી યોજાઈ નથી.રજૂઆતમાં

આક્ષેપ કરાયો છે કે જૂના સભ્યોને યોગ્ય રીતે

સામેલ કર્યા વગર નવી કમિટીની રચના કરવામાં આવી હતી. 15 ઓક્ટોબર, 2025 બાદ 196 નવા સભ્યોની યાદી જાહેર કરવામાં આવી હોવાનો પણ

ઉલ્લેખ કરાયો છે. આ પ્રક્રિયા સામે વાંધો

ઉઠાવી નિયમો મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં

આવી છે.અરજીમાં સંસ્થાના આર્ટિકલ ઓફ એસોસિએશન મુજબ સભ્યપદ અને ચૂંટણી પ્રક્રિયા હાથ

ધરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાના બેંક ખાતાં અને નાણાકીય

વ્યવહારો અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.નિલેશ

શાંતિલાલ સુધાણીએ સમગ્ર મામલે રજૂઆતમાં

દર્શાવેલી વિગતોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી

કરવાઅને ચૂંટણી પ્રક્રિયા અંગે યોગ્ય

નિર્ણય લેવા સંયુક્ત ચેરિટી

કમિશનરને વિનંતી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande