સિદ્ધપુરના અત્રેય આચાર્યની સિદ્ધિ: CA ઇન્ટરમીડિએટ પરીક્ષા પ્રથમ પ્રયાસે બંને ગ્રૂપમાં પાસ
પાટણ, 22 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુરના અત્રેય દત્તકુમાર આચાર્યએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર-2026માં લેવામાં આવેલી CA ઇન્ટરમીડિએટ પરીક્ષામ
સિદ્ધપુરના અત્રેય આચાર્યની સિદ્ધિ: CA ઇન્ટરમીડિએટ પરીક્ષા પ્રથમ પ્રયાસે બંને ગ્રૂપમાં પાસ


પાટણ, 22 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુરના અત્રેય દત્તકુમાર આચાર્યએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર-2026માં લેવામાં આવેલી CA ઇન્ટરમીડિએટ પરીક્ષામાં અત્રેયે પ્રથમ પ્રયાસે જ બંને ગ્રૂપ પાસ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. રાષ્ટ્રીય સ્તરની આ મહત્વપૂર્ણ પરીક્ષામાં મળેલી તેમની સફળતા સિદ્ધપુર માટે ગૌરવની બાબત બની છે.

અત્રેય આચાર્ય કૌશિકકુમાર ગોવિંદભાઈ (શેઠ કુટુંબ) પરિવાર સાથે જોડાયેલા છે. તેમનું મોસાળ બોપલ સ્થિત મહેશભાઈ ગોવિંદલાલ પંડ્યા પરિવારમાં છે. અભ્યાસ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિથી તેમના પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પ્રથમ પ્રયાસમાં બંને ગ્રૂપમાં સફળતા મેળવવી તેમની મહેનત, લગન અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે.

અત્રેય આચાર્યની આ સફળતાથી સિદ્ધપુર ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ સમાજ સહિત બંને પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમની સિદ્ધિના સમાચાર મળતાં સ્થાનિક સ્તરે તેમજ સમાજના લોકો દ્વારા તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. CA ક્ષેત્રમાં આગળ વધવા માટેની આ સફળતા અત્રેય માટે મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવારજનો અને સમાજના લોકોએ શુભકામનાઓ વ્યક્ત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande