પોરબંદરમાં જાહેર માર્ગો પર રખડતાં માલિકીનાં પશુઓ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી.
પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓની સમસ્યાના નિયંત્રણ અને નાગરિકોની સલામતી જાળવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ
પોરબંદરમાં  જાહેર  માર્ગો  પર  રખડતાં  માલિકીનાં  પશુઓ  સામે  મહાનગરપાલિકાની  કાર્યવાહી.


પોરબંદરમાં  જાહેર  માર્ગો  પર  રખડતાં  માલિકીનાં  પશુઓ  સામે  મહાનગરપાલિકાની  કાર્યવાહી.


પોરબંદરમાં  જાહેર  માર્ગો  પર  રખડતાં  માલિકીનાં  પશુઓ  સામે  મહાનગરપાલિકાની  કાર્યવાહી.


પોરબંદરમાં  જાહેર  માર્ગો  પર  રખડતાં  માલિકીનાં  પશુઓ  સામે  મહાનગરપાલિકાની  કાર્યવાહી.


પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓની

સમસ્યાના નિયંત્રણ અને નાગરિકોની સલામતી જાળવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા પશુ

પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ

કમિશનર ટી.સી. તીરથાણીના માર્ગદર્શન અનુસાર પશુ નોંધણીની મુદત પૂર્ણ થયા બાદ એનિમલ

ન્યુસન્સ કંટ્રોલ શાખા દ્વારા જાહેર માર્ગો પર રખડતાં માલિકીનાં પશુઓ સામે

કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા તા. 1 ઓગસ્ટથી 15ઓક્ટોબર, 2026 સુધી પશુઓની નોંધણીની કામગીરી હાથ

ધરવામાં આવી હતી. નોંધણીની મુદત પૂર્ણ થતાં પશુમાલિકોને પોતાનાં પશુઓને રહેણાક

મકાન, ડેલા

અથવા અન્ય યોગ્ય સ્થળે રાખવા અને જાહેર માર્ગો પર રખડતાં ન મૂકવા સૂચના આપવામાં

આવી હતી. આ સૂચનાના અનુસંધાને એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાના દિલાવર સાટીની ટીમ

દ્વારા શહેરના વાઘેશ્વરી પ્લોટ, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી આસપાસના વિસ્તાર સહિતનાં સ્થળોએ પશુ

પકડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

વિક્રમભાઈ ઓડેદરા, સેનિટેશન સમિતિના ચેરમેન વનરાજભાઈ કેશવાલા તથા સેનિટેશન શાખાના

અધિકારી જગદીશભાઈ ઢાંકી ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની સુરક્ષા વચ્ચે હાથ ધરાયેલી

કામગીરીમાં 13

જેટલાં પશુઓને પકડી ઓડદર ગૌશાળા ખાતે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગૌ

શાળા ખાતે પશુઓને જરૂરી રસી સારવાર આપવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. એનિમલ

ન્યુસન્સ કંટ્રોલ શાખાના ઓફિસર દિલાવર સાટીના જણાવ્યા મુજબ, જાહેર માર્ગો પર રખડતાં માલિકીનાં

પશુઓના માલિકો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પશુઓ જાહેર સ્થળોએ રખડતાં

જોવા મળશે તો સંબંધિત પશુમાલિકને રૂ. 4,000 નો દંડ કરવામાં આવશે. પશુ પકડાયા બાદ

તેની નોંધણી અને દંડનીય કાર્યવાહી પૂર્ણ કર્યા પછી જ પશુને મુક્ત કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા પશુમાલિકોને પોતાનાં પશુઓની યોગ્ય સંભાળ રાખવા, તેમને નિયંત્રિત જગ્યાએ રાખવા અને જાહેર

માર્ગો પર રખડતાં ન મૂકવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં અકસ્માતની શક્યતાઓ ઘટાડવા, વાહનવ્યવહાર સુગમ બનાવવા અને નાગરિકોની

સલામતી જાળવવા માટે મહાનગરપાલિકાની આ કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande