વડાપ્રધાન મોદીએ, પોલેન્ડના વડાપ્રધાન ટસ્ક સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના હૈદરાબાદ હાઉસમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે ગુરુવારે મુલાકાત કરી. આ દરમિયાન તેઓ ભારત અને પોલેન્ડના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે. આ પહેલાં ડોનાલ્ડ ટસ્કે રાજઘા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના હૈદરાબાદ હાઉસમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે ગુરુવારે મુલાકાત કરી. આ દરમિયાન તેઓ ભારત અને પોલેન્ડના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે. આ પહેલાં ડોનાલ્ડ ટસ્કે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના આદર્શો આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે. વિદેશ મંત્રાલય અનુસાર, ભારત-પોલેન્ડના વડાપ્રધાનો દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા તથા નવી તકો ખોલવા પર ચર્ચા કરશે.

વડાપ્રધાન મોદીના આમંત્રણ પર પોલેન્ડના વડાપ્રધાન ટસ્ક 21 થી 23 ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે છે. આજે સવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ જયશંકરે એક્સ પર લખ્યું, ભારત અને પોલેન્ડ વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ટસ્કના વિચારો જાણીને આનંદ થયો.

ઉલ્લેખનીય છે કે, પોલેન્ડના વડાપ્રધાન તરીકે ટસ્કનો આ બીજો ભારત પ્રવાસ છે. આ પહેલાં તેઓ વર્ષ 2010માં તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન ભારત આવ્યા હતા. તેમણે વર્ષ 2017માં યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પણ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande