ભારત-પોલેન્ડ વચ્ચે સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા પર સહમતિ
નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું કે, ભારત અને પોલેન્ડે સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ બનાવવા પર સહમતિ દર્શાવી છે. તેમણે આ ક્ષેત્રોમાં સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે
દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદી


નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું કે, ભારત અને પોલેન્ડે સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધુ ગાઢ બનાવવા પર સહમતિ દર્શાવી છે. તેમણે આ ક્ષેત્રોમાં સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે પોલેન્ડની કંપનીઓને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું.

વડાપ્રધાન મોદી અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક વચ્ચે, આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વાર્તાલાપ થયો. વાર્તાલાપ પછી, બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું. મોદીએ કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચેના મુક્ત વ્યાપાર કરારે દ્વિપક્ષીય આર્થિક સહયોગની નવી તકોને વ્યાપક બનાવી છે.

પોલેન્ડના વડાપ્રધાનનું ભારતમાં સ્વાગત કરતા મોદીએ કહ્યું કે, વર્ષ 2024માં તેમની પોલેન્ડ યાત્રા દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો હતો. આ જ મજબૂત આધાર પર છેલ્લા બે વર્ષમાં દ્વિપક્ષીય ભાગીદારીએ નવી ગતિ પ્રાપ્ત કરી છે. ભારતની વધતી આર્થિક તાકાતે પણ બંને દેશો વચ્ચે સહયોગની નવી સંભાવનાઓ ઊભી કરી છે.

મોદીએ કહ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધો ફક્ત રાજદ્વારી સંપર્કો સુધી સીમિત નથી, પરંતુ માનવતા અને સંવેદનાના સહિયારા વારસા પર આધારિત છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જામનગર અને કોલ્હાપુરના રાજપરિવારોએ પોલેન્ડના હજારો બાળકો અને પરિવારોને ભારતમાં આશ્રય આપ્યો હતો. તેમણે સાંસ્કૃતિક અને જનસ્તરીય સંપર્કોને બંને દેશોના સંબંધોની સૌથી મોટી તાકાત ગણાવ્યા.

તેમણે કહ્યું કે, પોલેન્ડમાં સંસ્કૃત અધ્યયન અને ભારતવિદ્યાની સમૃદ્ધ પરંપરા છે. ક્રાકોવ શહેરમાં ભારતીય અધ્યયન પીઠની સ્થાપના પણ આ જ સાંસ્કૃતિક જોડાણને આગળ વધારવાનો પ્રયાસ છે. ભારત અને પોલેન્ડ લોકતાંત્રિક મૂલ્યો તથા કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. બંને દેશો વૈશ્વિક શાસન સંસ્થાઓને વધુ સશક્ત અને પ્રભાવી બનાવવા માટે તેમાં સુધારાને આવશ્યક માને છે.

યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત શાંતિની દિશામાં કરવામાં આવતા દરેક સાર્થક પ્રયાસને સમર્થન આપતો રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande