સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રનાં મોત, બે બાળકો સહિત ચાર ઘાયલ
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર ગોચનાદ ગામ નજીક આજે 23 ઓક્ટોબરની વહેલી સવારે સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તરફથી આવી રહેલી કારને સામેથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ ન
સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રનાં મોત, બે બાળકો સહિત ચાર ઘાયલ


સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રનાં મોત, બે બાળકો સહિત ચાર ઘાયલ


સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રનાં મોત, બે બાળકો સહિત ચાર ઘાયલ


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર ગોચનાદ ગામ નજીક આજે 23 ઓક્ટોબરની વહેલી સવારે સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તરફથી આવી રહેલી કારને સામેથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં માતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે બાળકો સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્મતમાં જમનાબેન મોંગીલાલ સોની (ઉં.વ. 70) અને તેમના પુત્ર રણજીતભાઈ મોંગીલાલ સોની (ઉં.વ. 43)નાં મોત થયાં હતાં. જ્યારે શ્રવણભાઈ રણજીતભાઈ સોની (ઉં.વ. 6), અમિતભાઈ રણજીતભાઈ સોની (ઉં.વ. 9), આરોહીબેન રણજીતભાઈ સોની (ઉં.વ. 40) અને યશકુમાર શામળભાઈ (ઉં.વ. 23, રહે. ભાભર) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મારવાડી સોની પરિવાર મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના શિવાણા ગામનો વતની છે અને હાલ બેંગ્લોર ખાતે સ્થાયી થયો છે. પરિવાર ગુજરાત પ્રવાસે આવ્યો હતો અને દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ પોતાની દીકરીને મળવા તેના સાસરે ભાભર જઈ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે આશરે 6 વાગ્યે ગોચનાદ ગામ નજીક ટ્રક સાથે કારનો અકસ્માત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અકસ્માની જાણ થતાં સમી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક માતા-પુત્રનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા.

અકસ્મા બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. સમી પી.આઈ. જાડેજાના જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર ટ્રકચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande