આંતલિયાની ડમ્પિંગ સાઇટ પર ફરી આગ: ધુમાડાથી લોકો પરેશાન, આરોગ્ય સામે જોખમ વધ્યું
બીલીમોરા, 23 ઓક્ટોબર (હિ.સ.): બીલીમોરા નજીક આંતલિયા ગામમાં કાવેરી નદીના કિનારે આવેલી ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. કચરાના વિશાળ ઢગલા અને પ્લાસ્ટિક જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે વિસ્તારમાં ધુમાડો ફેલાતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો
Fire at Antaliya Dumping Site


બીલીમોરા, 23 ઓક્ટોબર (હિ.સ.): બીલીમોરા નજીક આંતલિયા ગામમાં કાવેરી નદીના કિનારે આવેલી ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. કચરાના વિશાળ ઢગલા અને પ્લાસ્ટિક જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે વિસ્તારમાં ધુમાડો ફેલાતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગની જાણ થતાં બીલીમોરા પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગવાથી આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં અસ્વસ્થતા અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આંતલિયા ગ્રામ પંચાયત દ્વારા કચરાના યોગ્ય નિકાલ અને સાઇટના વ્યવસ્થાપન માટે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિકોએ જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. નિષ્ણાત પદ્ધતિથી કચરાનું વર્ગીકરણ, ઢગલાઓ પર માટીનું આવરણ, મિથેન ગેસના સુરક્ષિત નિકાલ માટે વેન્ટ પાઇપની વ્યવસ્થા અને જૂના કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે બાયો-માઇનિંગ જેવા ઉપાયો અપનાવી શકાય છે. ગ્રામજનોની માગ છે કે વારંવાર આગ લાગવાની ઘટનાઓ અટકાવવા યોગ્ય તપાસ કરવામાં આવે અને ડમ્પિંગ સાઇટની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં

આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande