‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ ચાર વર્ષમાં 20.22 લાખ રોપાંના વાવેતર અને જતન,પ્રવાસન વિકાસ,પર્યાવરણ સંરક્ષણને પ્રાધાન્ય
વર્ષ 2023 થી 2026 દરમિયાન હરિયાળીના વિસ્તાર માટે હાથ ધરાયેલા પ્રયાસોથી એકતાનગરના પ્રાકૃતિક સૌંદર્યને પ્રોત્સાહન - કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હરિત વિકાસ તથા પ્રાકૃતિક પરિસરના સંવર્ધન માટે પહેલ રાજપીપળા,23 ઓકટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એ
'Greening of Ektanagar' project to plant and nurture 20.22 lakh saplings in four years


'Greening of Ektanagar' project to plant and nurture 20.22 lakh saplings in four years


'Greening of Ektanagar' project to plant and nurture 20.22 lakh saplings in four years


'Greening of Ektanagar' project to plant and nurture 20.22 lakh saplings in four years


- વર્ષ 2023 થી 2026 દરમિયાન હરિયાળીના વિસ્તાર માટે હાથ ધરાયેલા પ્રયાસોથી એકતાનગરના પ્રાકૃતિક સૌંદર્યને પ્રોત્સાહન

- કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હરિત વિકાસ તથા પ્રાકૃતિક પરિસરના સંવર્ધન માટે પહેલ

રાજપીપળા,23 ઓકટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં હરિત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરાયેલા પ્રયાસો વિશેષ મહત્ત્વ ધરાવે છે.

વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં વિકસિત થઈ રહેલું એકતાનગર પ્રવાસન વિકાસની સાથે પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળીના સંવર્ધન દ્વારા ટકાઉ વિકાસની દિશામાં આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે.

‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2023 થી 2026 દરમિયાન કુલ 20.22 લાખ રોપાંનું વાવેતર કરવામાં આવ્યું છે.

કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ

એકતાનગર વિસ્તારમાં હરિયાળીના વિસ્તારને પ્રોત્સાહન આપવા સાથે પ્રાકૃતિક પરિસરનું જતન કરવાનો છે. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણને વેગ આપવો અને પ્રવાસન વિકાસને પ્રકૃતિ સાથે સાંકળવો એ આ પ્રોજેક્ટનો મહત્ત્વપૂર્ણ અભિગમ છે.

હરિયાળીના વિસ્તારથી પ્રવાસન સ્થળની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થવાની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને કુદરતી સંપદાના સંરક્ષણનો સંદેશ પણ વધુ પ્રબળ બને છે.

પ્રોજેક્ટ અંતર્ગત વર્ષવાર વાવેતરની વિગતો જોઈએ તો વર્ષ 2023 માં 4.55 લાખ, વર્ષ 2024 માં

5.67 લાખ, જ્યારે વર્ષ 2025 અને વર્ષ 2026 માં પ્રત્યેક વર્ષે 5 લાખ રોપાંનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, ચાર વર્ષ દરમિયાન કુલ 20,22,000 રોપાંના વાવેતર દ્વારા એકતાનગરમાં હરિત વિકાસ માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

નર્મદા નદી, સરદાર સરોવર અને આસપાસના પ્રાકૃતિક વિસ્તારોના સાંનિધ્યમાં આવેલું એકતાનગર આજે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતનાં વિવિધ પ્રવાસન આકર્ષણો સાથે આ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે સતત આગવી ઓળખ મેળવી રહ્યો છે. પ્રવાસન સુવિધાઓના વિકાસની સાથે હરિયાળીમાં વધારો અને પ્રાકૃતિક પરિસરનું સંરક્ષણ કરવાથી વિકાસને વધુ પર્યાવરણલક્ષી અને ટકાઉ બનાવી શકાય છે.

વૃક્ષો પર્યાવરણીય સંતુલન જાળવવા, જૈવવિવિધતાના સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોની

જાળવણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, વૃક્ષારોપણની સફળતા માત્ર રોપાંના વાવેતરની સંખ્યા પૂરતી મર્યાદિત નથી.

વાવેતર કરાયેલાં રોપાંનું નિયમિત જતન, સમયસર પાણીની વ્યવસ્થા, સ્થાનિક આબોહવાને અનુરૂપ પ્રજાતિઓની પસંદગી અને રોપાંના જીવંત રહેવાના દર પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. વાવેતરની સાથે સંવર્ધન અને જાળવણીને પ્રાધાન્ય આપવામાં આવે તો જ હરિત વિકાસના પ્રયાસો લાંબા ગાળે સકારાત્મક પરિણામો આપી શકે છે.

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં ઐતિહાસિક

યોગદાન આપ્યું હતું. તેમની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગરમાં હાથ ધરાયેલા હરિત વિકાસના પ્રયાસો રાષ્ટ્રીય એકતાની ભાવનાને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી સાથે સાંકળે છે.

વૃક્ષારોપણ અને પ્રાકૃતિક પરિસરના સંવર્ધન દ્વારા એકતાનગર હરિત વિકાસ, કુદરતી સંપદાના જતન અને ભાવિ પેઢી માટે સ્વચ્છ તથા ટકાઉ પર્યાવરણના નિર્માણનો સંદેશ આપી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande