ગાંધીધામમાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી: પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 15,400 રોકડા કબજે
કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે નવી સુંદરપુરી વિસ્તારમાં દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની આ કાર્યવાહીમાં ગંજીપાનાં અને રોકડ રકમ સહિત કુલ રૂ. 15,4
જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે નવી સુંદરપુરી વિસ્તારમાં દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની આ કાર્યવાહીમાં ગંજીપાનાં અને રોકડ રકમ સહિત કુલ રૂ. 15,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સૂચનાઓના અનુસંધાને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફને જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલા દેવીપૂજક વાસમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન કિશન કાનજીભાઈ દેવીપૂજક (ઉં.વ. 45), કિશન રમેશભાઈ મકવાણા (ઉં.વ. 38), ચંદ્રેશ બીજલભાઈ સથવારા (ઉં.વ. 38), નવખણ ગોકુળભાઈ ભરવાડ (ઉં.વ. 31) અને હિંમત વિરજીભાઈ સથવારા (ઉં.વ. 31)ને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામના રહેઠાણ ગાંધીધામના નવી સુંદરપુરી તથા ભારતનગર વિસ્તારના હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

દરોડા દરમિયાન સ્થળ પરથી 52 ગંજીપાનાં અને રોકડા રૂ. 15,400 મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ કબજે કરી પાંચેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોમાં ચકચાર મચી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande