રાધનપુરમાં ૨૫ ઓક્ટોબરે શરદ પૂર્ણિમા મહોત્સવ યોજાશે, રાસ-ગરબા અને ઓર્કેસ્ટ્રા રહેશે મુખ્ય આકર્ષણ
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.)રાધનપુરમાં રેલવે યુવક મંડળ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ આગામી ૨૫ ઓક્ટોબર, રવિવારના રોજ યોજાશે. મહોત્સવને લઈને મંડળ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે
રાધનપુરમાં ૨૫ ઓક્ટોબરે શરદ પૂર્ણિમા મહોત્સવ યોજાશે, રાસ-ગરબા અને ઓર્કેસ્ટ્રા રહેશે મુખ્ય આકર્ષણ


પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.)રાધનપુરમાં રેલવે યુવક મંડળ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ આગામી ૨૫ ઓક્ટોબર, રવિવારના રોજ યોજાશે. મહોત્સવને લઈને મંડળ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે માતાજીના દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો અને નગરજનોને જોડાવાની તક મળશે.

મહોત્સવ દરમિયાન રાસ-ગરબા અને ઓર્કેસ્ટ્રાના કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે. પાટણની જાણીતી રામી ઓર્કેસ્ટ્રા તેમજ દર્શના વ્યાસ સહિતના કલાકારો પોતાની કલાની રજૂઆત કરીને ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડશે. ધાર્મિક આસ્થા અને સંગીતના સુમેળ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

રેલવે યુવક મંડળ દ્વારા ભક્તો અને જાહેર જનતાને શરદ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહી માતાજીનાં દર્શન કરવા તેમજ રાસ-ગરબા અને ઓર્કેસ્ટ્રાના કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મંડળના સભ્ય ગોકુળભાઈ જેણાભાઈ ભરવાડે પણ નગરજનોને કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા અને મહોત્સવને સફળ બનાવવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande