તાલાલા ગીર પંથકમાં ૪.૨૫ લાખ ગુણી મગફળી, ૧.૭૫ લાખ કટ્ટા સોયાબીનનો પાક થવાની ધારણા
ગીર સોમનાથ 24 ઓક્ટોબર (હિ.સ.) તાલાલા પંથકના ૪૫ ગામોમાં આ વર્ષે ૧૩૭૧૦ હેક્ટરમાં ખરીફ વાવેતર તાલાલા ખેતીવાડી વિભાગમાં સત્તાવાર નોંધાયું હતું જેમાં ७०७८ હેક્ટરમાં મગફ્ળી,૫૨૮૩ સોયાબીન નો સમાવેશ થાય છે.તાલાલા પંથકમાં આ વર્ષે ચોમાસુ ખૂબ જ નબળું રહ્યું પર
તાલાલા ગીર પંથકમાં ૪.૨૫ લાખ ગુણી મગફળી, ૧.૭૫ લાખ કટ્ટા સોયાબીનનો પાક થવાની ધારણા


ગીર સોમનાથ 24 ઓક્ટોબર (હિ.સ.) તાલાલા પંથકના ૪૫ ગામોમાં આ વર્ષે ૧૩૭૧૦ હેક્ટરમાં ખરીફ વાવેતર તાલાલા ખેતીવાડી વિભાગમાં સત્તાવાર નોંધાયું હતું જેમાં ७०७८ હેક્ટરમાં મગફ્ળી,૫૨૮૩ સોયાબીન નો સમાવેશ થાય છે.તાલાલા પંથકમાં આ વર્ષે ચોમાસુ ખૂબ જ નબળું રહ્યું પરંતુ પાછોતરા કાચા સોના જેવા થોડા ઘણા વરસાદથી ખરીફ વાવેતરને જીવતદાન મળી ગયું હતું.તાલાલા પંથકમાં ખરીફ વાવેતરની મોસમપુર બહાર શરૂ થઈ છે.

તાલાલા પંથકના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે મગફ્ળી અને સોયાબીનમાં ઓછા વતા પ્રમાણમાં પાકમાં ઉતારો આવે છે. કોઈ ગામમાં એકસરખો ઉતારો આવતો નથી છતાં પણ ખરીફ પાકની એવરેજ જોઈએ તો તાલાલા પંથકમાં અંદાજે મગફ્ળી વિઘે ૧૫ મણ,સોયાબીન વિઘે ૧૨ મણનો ઉતારો આવતો હોવાનું વિવિધ ગામોના ખેડૂતો સાથે થયેલ સંવાદ ઉપર ફલિત થાય છે..

તાલાલા પંથકમાં આ વર્ષે મગફળીનું ૭૦૭૮ હેક્ટરમાં વાવેતર થયું હતું.વિઘે ૧૫ મણ લેખે જોઈએ તો તાલાલા પંથકમાં આ વર્ષે ૩૫ કિલો ની અંદાજે ચાર લાખ ૨૫ હજાર ગુણી મગફળી તથા સોયાબીનના ૫૨૮૩ હેક્ટરમાં વાવેતરમાંથી વિઘે ૧૨ મણ લેખે જોઈએ તો ૫૦ કિલોના અંદાજે એક લાખ ૭૫ હજાર કટ્ટા સોયાબીનનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે..નબળા ચોમાસાના કારણે એક સમયે ખરીફ વાવેતર સામે જોખમ ઊભું થયું હતું પરંતુ છેલ્લે છેલ્લે એકાદ બે સારા વરસાદે ચિત્ર બદલી નાખતા ખેડૂતોનું ખરીફ વાવેતર બચી જતા ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે.આ વર્ષે તાલાલા પંથકની જીવાદોરી કમલેશ્વર ડેમ ખાલી છે.શિયાળુ વાવેતર આંગળીના વેઢે ગણી શકાય તેટલું થવાનું જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાલાલા પંથકમાં ગત વર્ષે ૬૫૮૦ હેક્ટરમાં મગફળી અને ૫૧૬૦ હેક્ટરમાં સોયાબીન નું વાવેતર થયું હતું. જેમા આ વર્ષે વધારો થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande